મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલહીઃ કૌન બડા? અક્કલ બડી યા ભેંસ...? શક્તિ એક નશો હોય છે. પાવર અને સત્તાના મદમાં ઘણી વખત નાની નાની બાબતો પર ધ્યાન જતુ નથી. તેમાંને તેમાં ઘણા બર્બાદ થઈ ગયા. આ દુનિયામાં બધાને પાવરફૂલ બનવું છે. કોઈને શારિરીક રીતે, કોઈને સત્તામાં, કોઈને પૈસાથી, કોઈને મગજથી, પણ તાકાત એ સ્ટેયરિંગ છે, જે કંટ્રોલ બહાર થતાં જ એક અલગ જ યૂટર્ન લેવાઈ જાય છે. આવું કેમ પણ? તે જાણવા આ વીડિયો એક વાર જોઈલો. આપને વીડિયો જોયા પછી તાકતવર ડાલામથ્થા પર હસવું આવશે કે કેવો મર્ખ બન્યો અને હરણની બુદ્ધી માટે તમે મનમાં ગણગણી ઉઠશો કે વાહ શું અક્કલ છે. જુઓ વીડિયો.

 

આ વીડિયોને નંદાએ 13 જુને શેર કર્યો હતો. આજે જ્યારે અમે લખી રહ્યા છીએ ત્યાં સુધીમાં તો લાખો લોકોએ તેને જોઈ લીધો છે.