મેરાન્યૂઝ નેટવર્ક.સિરોહીઃ રાજસ્થાનના સિરોહીમાં નાળા ઉપર બનેલા ફૂટપાથનો ભાગ અચાનક જ ધસી પડ્યો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થઈ ગયા હતા. આ રુંવાડા ઊભા કરી દેનાર ઘટના અહીંના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. આ સીસીટીવી વીડિયો અહીં અહેવાલના અંતમાં રજુ કરાયો છે. બાબત એવી હતી કે તેમાં દેખાય છે કે બે યુવક ફૂટપાથના ઉપરથી જઈ રહ્યા છે ત્યારે જ અચાનક તેનો હિસ્સો ધસી પડે છે અને બંને નાળામાં ઘૂસી જાય છે.

આ ચક્કરમાં બંને યુવકને તુરંત નાળામાંથી બહાર કઢાય છે અને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. ફૂટપાથની સ્લેબ માથા પર વાગવાના કારણે યુવકોને ગંભીર ઈજા થઈ છે. આ ઘટના શુક્રવારની છે. અહીં જુઓ વીડિયો