મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પોર્નોગ્રાફી વીડિયો કેસમાં બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને સુપ્રીમ કોર્ટે વચગાળાના રક્ષણની રાહત આપતા ચાર અઠવાડિયા સુધી ધરપકડ પર રોક લગાવી દીધી છે. તે સાથે જ કોર્ટે મહારાષ્ટ્ર સરકારને નોટિસ આપી જવાબ માગ્યો છે.
હકીકતમાં નવેમ્બરમાં બોમ્બે હાઈકોર્ટે પોર્નોગ્રાફી વીડિયો કેસમાં ફસાયેલા રાજ કુન્દ્રાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. કુન્દ્રાએ તેની સામે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટકાવ્યો હતો. અરજી ફગાવી દેતાં ન્યાયમૂર્તિ નીતિન સાંબ્રેએ આરોપીને સુપ્રીમ કોર્ટમાં જવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો હતો.
બોમ્બે હાઈકોર્ટે કુન્દ્રા સહિત અન્ય છ લોકોની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી. જેમાં શર્લિન ચોપરા અને પૂનમ પાંડેનું નામ સામેલ છે. આ કેસમાં અન્ય ત્રણ લોકો ઉમેશ કામત, સુવોજીત ચૌધરી અને સામ અહેમદ પણ આરોપી છે.
Advertisement
 
 
 
 
 
કુન્દ્રાએ હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે વીડિયો શૃંગારિક છે પરંતુ તેમાં કોઈ શારીરિક કે જાતીય પ્રવૃત્તિ દર્શાવવામાં આવતી નથી. તેણે કહ્યું કે તે આવા વીડિયો બનાવવા કે પ્રસારિત કરવામાં સામેલ નથી. તેણે દાવો કર્યો હતો કે તેને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે રાજ કુન્દ્રાની આ વર્ષે જુલાઈમાં પોર્ન વીડિયો કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. રાજ પર પોર્ન ફિલ્મો બનાવવાનો અને હોટ શોટ્સ નામની એપ પર બતાવવાનો આરોપ હતો. લગભગ બે મહિના જેલમાં રહ્યા બાદ સપ્ટેમ્બરમાં રાજ કુન્દ્રાને જામીન મળ્યા હતા. રાજ કુન્દ્રા વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 292, 293 અને આઈટી એક્ટની કલમ 66E, 67, 67A હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.