મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં પાર્ક કરેલી એક કારમાં અજગર ઘુસી ગયો હતો. બે કલાકની જહેમત બાદ આ અજગરને બહાર કાઢવામાં આવ્યો હતો. 

પોરબંદર વિસ્તારમાંથી અવારનવાર અજગર અને સરીસૃપો મળી આવવાની ઘટનાઓ બને છે. કડીયા પ્લોટના હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં રહેતા જેરામભાઈએ પોતાની કાર ઘર નજીક પાર્ક કરી હતી અને આજે સવારે તેઓએ ગાડી સ્ટાર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગાડી સ્ટાર્ટ નહીં થતા અંતે બોનેટ ખોલી અને તપાસ કરતા એન્જીનમાં ૬ થી ૭ ફુટનો અજગર ફસાયો હોવાનું ધ્યાન ઉપર આવતા તેઓ ચોકી ઉઠયા હતા અને સર્પવિદોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને બે કલાકની જહેમત બાદ અજગરને બહાર કાઢયો હતો. 

કારમાં અજગર ઘુસી ગયો હોવાની ઘટનાને લઈને લોકોના ટોળા કુતુહુલ પૂર્વક એકત્રીત થઈ ગયા હતા. નજીક જ રહેલી ખાડી વિસ્તારમાંથી આ અજગર ચડી આવ્યો હોવાનું મનાઈ રહ્યું છે. કારના એન્જીનમાં અજગર ફસાઈ જતા તેને મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યો હતો. આ બનાવને લઈને શહેરભરમાં ભારે ચર્ચા જાગી હતી.