મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદરઃ પોરબંદરમાં આજે વ્હેલી સવારે પાંચ વાગ્યા આસપાસ અકસ્માત ર્સજાયો હતો કોલ કરવા જઈ રહેલી ૧૦૮ એમ્બ્યુલન્સ પલ્ટી મારી ગઈ હતી સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

સામાન્ય રીતે અકસ્માતોના બનાવોમાં ઈજાગ્રસ્તનોને બચાવા માટે સતત ૧૦૮ દોડતી હોય છે. પરંતુ કયારેક ૧૦૮ ને પણ અકસ્માત નડી જાય છે. આ ઘટના બની પોરબંદરમાં આજે વ્હેલી સવારે ૧૦૮ ને એરપોર્ટ નજીકનો કોલ આવ્યો હતો. આથી કોલ માટે ૧૦૮ જઈ રહી હતી તે દરમિયાન નરસંગટેકરી નજીક પલ્ટી મારી ગઈ હતી. સદનસીબે ૧૦૮ના ઈએમટી અને ડ્રાઈવરનો બચાવ થયો હતો. આ અકસ્માતમાં ૧૦૮ એમ્બ્યૂલન્સ ભાંગીને ભુકકો થઈ ગઈ હતી. ડ્રાઈવરે કોઈ કારણોસર સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતા અકસ્માત ર્સજાયો હતો. અકસ્માત ર્સજાયાના ત્રણ કલાક બાદ પણ પોલીસ પહોંચી  ન હતી. જેના કારણે એમ્બ્યૂલન્સ રસ્તા ઉપર પડી રહી હતી અને રસ્તાને વન વે કરવો પડયો હતો. ટ્રાફીકથી ધમધતા વિસ્તારમાં અકસ્માત ર્સજાતા લોકોના ટોળા એકત્રીત થઈ ગયા હતા.