મેરાન્યૂઝ નેટવર્ક.પોરબંદર: મોડી રાત્રે એક કાર અકસ્માત સર્જાયો છે. પોરબંદરની વીર ભનુ ની ખાંભી નજીક અકસ્માત સર્જાયો છે. વીર ભનુ ની ખાંભી નજીક ફરજબજાવી રહેલા 2 પોલીસ કર્મી ઇજાગ્રસ્ત થયા છે. જેમાં સારવાર દરમિયાન ASI ગોવિંદભાઈ ગરચર નું મોત નીપજ્યું છે જ્યારે 1 પોલીસ કર્મી ને ગંભીર ઇજાઓ પહોંચી છે. ઘટના ની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. 

પોરબંદરમાં મોડી રાતે થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં પોરબંદરની કમલાબાગ પોલીસના બે પોલીસકર્મીઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પુરપાટે દોડી આવી રહેલી જીપ કમ્પાસ કારે સર્કલ નજીક ઓટોને ટક્કર મારી હતી જેમાં નાઇટ માં ફરજ બજાવી રહેલા બે પોલીસકર્મીઓને ગંભીર ઇજા પહોંચી હતી.આ ઇજાગ્રસ્ત પૈકીના ASIને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. દરમિયાન રાજકોટ સારવાર માટે લઈ જવાઈ રહેલા ASIનું રસ્તામાં જ મોત થયું હતું. ઘટનાના પગલે પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું છે.