મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લીઃ સાબરકાંઠા જીલ્લામાં દિવાળી પર્વ બાદ કોરોના પોઝિટિવ કેસોમાં ભારે ઉછાળો આવ્યો છે અને વધતા જતા સંક્રમણને લઇ તેમજ વિજયનગર શહેર અને તાલુકામાં પણ અત્યાર સુધી કોરોના પોઝિટિવ કેસનો આંક ૪૩ સુધી પહોંચી ગયો હોવાથી સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને હવે પોળોમાં આવતા સહેલાણીઓ, પ્રવાસીઓ માટે અગાઉ જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જે જાહેરનામું જિલ્લા કલેકટર સી.જે. પટેલ દ્વારા લંબાવવામાં આવતા નવો હુકમ બહાર પાડીને થર્ટી ફર્સ્ટ ડીસેમ્બર સુધીનો સમય માટે લંબાવવામાં આવ્યો છે.થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરે હજ્જારો પ્રવાસીઓની હકકડે ઠેઠ ભીડ એકઠી થતી હોવાથી કોરોના બેકાબુ બને તે પહેલા જીલ્લા કલેકટરે પાણી પહેલા પાળ બાંધી દેતા સ્થાનીક લોકોએ જાહેરનામાને આવકાર્યું હતું.

વિજયનગર નજીક આવેલા  પોળો પ્રવાસના સ્થળે શનિવાર અને રવિવારના દિવસે ૨૦૦૦૦ થી વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે જે મુલાકાતીઓ સમગ્ર રાજ્યમાંથી આવતા હોઈ કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ રહેલી છે. જેથી વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ખાતે શનિવાર, રવિવાર તથા જાહેરરજાના દિવસે બહારના પ્રવાસીઓની મુલાકાત પર પ્રતિબંધ મુકવો ઉચિત જણાતા આ જાહેરનામાથી પોળો ફોરેસ્ટ પ્રવાસીઓના અવર-જવર માટે જાહેર રજાના દિવસે બંધ કર્યું જે જાહેરનામુ વધુ લંબાવવામાં આવ્યું છે.

સાબરકાંઠા જિલ્લામાં કોરોનાના સંક્રમણને વધતું અટકાવવા જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડીને હવે પોળોમાં આવતા સહેલાણીઓ, પ્રવાસીઓ માટે અગાઉ જે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો જે જાહેરનામું લંબાવવામાં આવતા નવો હુકમ બહાર પાડીને વધુ સમય માટે લંબાવવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર સી. જે. પટેલ દ્વારા બહાર પાડવામાં આવેલા આ નવા જાહેરનામા મુજબ હાલમાં વિજયનગર તાલુકાના પ્રવાસન ધામ પોળો ફોરેસ્ટ ખાતે સોશિયલ ડિસ્ટન્સ તથા અન્ય બાબતોનું પાલન થતું ન હોવાની વ્યાપક ફરીયાદો ધ્યાને આવેલી છે.

જાહેરનામાનો પ્રતિબંધિત વિસ્તારમાં અભાપુર, તા. વિજયનગર ફોરેસ્ટ નાકાથી વણજ ડેમ અને વણજ ડેમથી વિજયનગર તરફ જતા પ્રથમ ત્રણ રસ્તા સુધીના રોડ 'જાહેરનામાનો પ્રતિબંધ' જાહેરનમાના પ્રતિબંધિત વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકો સિવાય બહારથી આવતા પ્રવાસીઓ પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.