મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરવલ્લી જીલ્લામાં નવનિયુક્ત પોલીસવડા સંજય ખરાટે જિલ્લામાં દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા બુટલેગરો સામે શખ્ત કાર્યવાહીના આદેશ આપતાં પોલીસે બુટલેગરો પર તવાઈ બોલવી છે જીલ્લામાં વિદેશી દારૂ ઝડપાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે ભિલોડા પોલીસે ભિલોડાના ભવનાથ રોડ પર ત્રણ રસ્તા પર બંધ હાલતમાં પડેલી મારુતિ ફ્રન્ટી કારમાંથી પાછળના ભાગે સંતાડી રાખેલો ૩૧ હજાર રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડી અજણ્યા શખ્શ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી બુટલેગરનું પગેરું મેળવવા તપાસ હાથધરી હતી.

અરવલ્લી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોના માર્ગે નાના-મોટા વાહનો મારફતે બુટલેગરો વર્ષે દહાડે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે ત્યારે ભિલોડા નજીક વિદેશી દારૂ ભરેલી ફ્રન્ટી કાર બંધ થઇ જતા બુટલેગર ત્રણ રસ્તા પર કાર બિનવારસી હાલતમાં મૂકી રફુચક્કર થઈ ગયો હતો  ભિલોડા પીએસઆઈ કે.કે.રાજપૂત અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભિલોડા ભવનાથ રોડ ત્રણ રસ્તા પર એક કાર બંધ હાલતમાં પડી રહી હોવાની બાતમી મળતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી હતી ત્રણ રસ્તા પર શંકાસ્પદ હાલતમાં પડી રહેલ બંધ મારૂતિ ફ્રન્ટી કાર (ગાડી નં -GJ 01 HM 1771) માં તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૨૦૪ કીં.રૂ.૩૧૦૪૪/- નો જથ્થો જપ્ત કરી કારની કીં.રૂ.૭૦૦૦૦/- મળી કુલ રૂ.૧૦૧૦૪૪ /- નો મુદ્દામાલ જપ્ત કરી ભિલોડા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી .