મેરાન્યૂઝ નેટવર્ક.બાયડઃ અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના ડાભા ગામ નજીક આવેલ ઝાંઝરીનો ધોધની અદભુત નઝારાથી આકર્ષાઈ એક મલ્ટીનેશનલ સૌંદર્ય પ્રસાધનો બનાવતી કંપનીએ નાહવાના સાબુની જાહેરાત બનાવી હતી, ત્યાર બાદ ઝાંઝરીનો ધોધ ગુજરાતના સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ઝાંઝરી ધરાને ભોગિયો ધરો પણ ઓળખાવામાં આવે છે. ધોધના નજીક આવેલા ધરામાં પાણીમાં નાહવા પડતા અનેક લોકોએ જીવ ગુમાવ્યો છે. ઝાંઝરી ધોધ વહેતા પ્રાંત અધિકારી ડૉ. નવનાથ ગવ્હાણેની સૂચનાના આધારે આંબલીયારા પી.એસ.આઈ આશિષ પટેલે ઝાંઝરી ધોધ પર તકેદારીના ભાગ રૂપે પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે.

બાયડના ડાભા નજીક ઝાંઝરી ધોધ ઉત્તરગુજરાત, મધ્ય ગુજરાતમાં જોવાલાયક પર્યટક સ્થળ તરીકે ખુબ જ જાણીતું છે. રાજાઓમાં મોટા પ્રમાણમાં સહેલાણીઓ, પ્રકૃતિ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઝાંઝરી ધોધ અને ઝાંઝરીનો ધરો જોવા ઉમટી પડે છે. બાયડ પંથક અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઝાંઝરી વાત્રક નદીમાં પાણીની આવક વધતા ધોધ પડતા નજારો નયનરમ્ય બને છે. સાથે આહલાદક વાતાવરણ ઉત્પન્ન થાય છે.

ભૂતકાળમાં ધોધમાં નાવા પાડવાથી કેટલાક અણબનાવ બનેલા છે અને જેના કારણે કલેકટરના આદેશને ધ્યાનમાં લઇ ત્યાં અત્યારે પ્રવાસીઓને નાહવાની મનાઈ છે જો કે ઝાંઝરી ધોધ જોવા માટે અનેક લોકો જતા હોઈ છે અને ત્યાં નાહવા પડે છે અને કોઈ અણબનાવ ના બને તેને ધ્યાનમાં લઇ આંબલીયારા પોલીસ સ્ટાફ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે. જેના ભાગ રૂપે સહેલાણી ઓ વાતાવરણ નો ભરપુર આનંદ લઇ શકે છે.