મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ : જસદણના સોમ પીપળીયા ગામેથી ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની મીની ફેક્ટરી રૂરલ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવી છે. રહેણાંક વિસ્તારમાં દારૂ બનાવવાની આ મીની ફેકટરી ચલાવતા ચારને પણ પોલીસે ઝડપી લીધા છે.  સાથે જ પોલીસે કુલ રૂપિયા 9,34,910/- નો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં થોડા દિવસ પહેલા ફેક્ટરી શરૂ કરવામાં આવી હોવાની જાણકારી મળી છે.

પોલીસનાં જણાવ્યા મુજબ, હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા પોતાના મળતીયાઓ સાથે મળીને ડુપ્લીકેટ વિદેશી દારૂનો બનાવવાનો કલર, સીલ કરવા માટેના મશીન, ખાલી બોટલો, તથા બોટલ પર ઢાંકણા-સીલ, કેમીકલ તથા બોટલ પર લગાવવાના સ્ટીકર વગેરે જેવો કાયો માલ બહારના રાજ્યમાંથી મંગાવી અહિ ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવી વેચવાની ટેવ ધરાવતો હતો. અને અગાઉ રાજસ્થાનમાં પણ આ મુદ્દે ઝડપાઈ ચુક્યો છે.


 

 

 

 

 

આરોપીઓનો ગુનાહિત ઈતિહાસ

(1) હસમુખભાઈ ઉર્ફે હસો ઉર્ફે ભગત, નારણભાઈ શકોરિયા વિરૂદ્ધ અગાઉ ભાડલા પો.સ્ટે.માં પ્રોહીબીશનના એક ગુનામાં અટક કરવા પર બાકી છે. તેમજ અન્ય ત્રણ ગુન્હો ઓ પણ તેમના વિરૂદ્ધ દાખલ થયેલ છે. (2) પંકજ માનજી પાટીદાર વિરૂદ્ધ પણ રાજસ્થાનમાં રાજ્યમાં ડુપ્લીકેટ વિદેશી દારૂ બનાવવાના કેશ થયેલ છે.