મેરાન્યૂઝ નેટવર્ક.જમ્મુ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો દ્વારા રાષ્ટ્રીય રાજમાર્ગ પર હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓની સાથે એક ડીએસપીની ધરપકડ કરી છે આ લોકો પાસેથી ત્રણ એકે 47 રાઇફલો ઉપરાંત દારૂગોળા પણ જપ્ત કરાયો છે.

પોલીસના અનુસાર ડીએસપી દેવિન્દર સિંઘને એરપોર્ટ પર તેનાત કરાયો હતો. પકડાયેલા અધિકારી દેવિન્દર સિંઘનો આતંકવાદી વિરોધી અભિયાનોમાં મજબૂત રેકોર્ડ છે અને તેને સરકાર તરફથી વીરતા પુસ્તકારથી પણ નવાજવમાં આવ્યો છે, પરંતુ તેણે આતંકવાદીઓને ચોરીછૂપીથી એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાનું કામ શરૂ કરી દીધું હતું.

દેવિન્દર સિંઘ બે આતંકીઓ નાવિદ બાબુ અને અલતાફને શોપિયાથી લઈ જઈ રહ્યો હતો. બે આતંકવાદીઓ પાસેથી વધુ માહિતી કઢાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે અને આશા છે કે તેમણે આપેલી માહિતીથી આવનારા દિવસોમાં વધુ આતંકવાદીઓની ધરપકડ થઇ શકે છે.

નાવિદ બાબુ દક્ષિણ કાશ્મીરમાં મોસ્ટ વોન્ટેડ કમાન્ડોમાનો એક છે. તે લોકોની હત્યાના અનેક મામલાઓમાં સામેલ રહ્યો છે, 2017માં બાબા આતંકવાદી સંગઠનમાં સામેલ થયો હતો. પોલીસ કહ્યું છે કે ડીએસપી સિંઘ સાથે આતંકવાદીઓ જેવો જ વ્યવહાર કરવામાં આવશે ન કે કોઈ પોલીસ અધિકારી જેવો.