મેરાન્યૂઝ નેટવર્ક.રાજકોટ: રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટરમાંથી પ્રદ્યુમનનગર પોલીસે દરોડો પાડી જુગારધામ ઝડપ્યું છે. પોલીસમેનનો પુત્ર જ આ જુગારધામ ચલાવતો હતો. હેડ ક્વાર્ટરમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હતો. 3 મહિલા સહિત 8 લોકો જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે 37 હજારનો મુદ્દામાલ કબ્જે કરી રવિ નામના પોલીસ પુત્રની શોધખોળ હાથ ધરી છે.
 
પ્રદ્યુમનગર પોલીસે દરોડો પાડી ગુનો દાખલ કર્યો

રેસકોર્સ રિંગ રોડ પાસે આવેલા પોલીસ હેડ ક્વાર્ટરમાં 9માં માળે ક્વાર્ટર નં 903માં જુગાર રમાડવામાં આવતો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના તાબા હેઠળ આવતું હતું. પોલીસે રવિ જગદીશભાઇ વાઘેલા,  શ્યામ પરમાર, સુભાષ ઝાલા, ગટુ મકવાણા,હિતેશ ઢાકેચા,  આરતી પંડ્યા, ભાનુબેન ઝાલા અને કારૂબેન મકવાણાની ધરપકડ કરી છે. જગદીશભાઇ પોલીસ છે. તેનો પુત્ર રવિ પોતાના ક્વાર્ટરમાં બહારથી સ્ત્રી-પુરૂષ બોલાવી જુગાર રમાડતો. પ્રદ્યુમનનગર પોલીસે દરોડો પાડી 37,200ની રોકડ, ગંજીપાનો કબ્જે કરી  પાંચ પૂરૂષ અને  ત્રણ મહિલા સામે ગુનો દાખલો કરી વધુ તપાસ હાથ ધરી છે