મેરાન્યૂઝ નેટવર્ક.સાબરકાંઠા: સાબરકાંઠા-અરવલ્લી જીલ્લામાં બુટલેગરો સાથે પોલીસતંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓની મીલીભગત જાણીતી છે દારૂબંધીના પગલે વિદેશી દારૂ અને બીયરના ધંધામાં નફો સારો હોવાથી પોલીસકર્મીઓ જ વિદેશી દારૂનું ખાનગી રહે વેચાણ કરતા હોવાની બૂમો ઉઠી રહી છે કાયદાનું રક્ષણ કરનાર પોલીસ કાયદાનું ભક્ષણ કરતી હોય તેવી ઘટના સાબરકાંઠા જીલ્લાના ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને બે ટીઆરબી જવાનોએ કરતા ખાખી વર્દીને કલંકિત કરતી બની છે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂની ખેપ મારતા એક પોલીસ કોન્સ્ટેબલ સહીત બે ટીઆરબી જવાનોની ૧૦ હજારના વિદેશી દારૂ સાથે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દેતા પોલીસબેડામાં હડકંપ મચ્યો હતો.

સાબરકાંઠા જીલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ત્રાટકી ખેડભ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ અને ૨ ટીઆરબી જવાનની વિદેશી દારૂની ખેપમાં ઝડપી પાડતા ખેડભ્રહ્મા પીએસઆઈ અને સાબરકાંઠા પોલીસ તંત્રનું નાક કપાયું હોવાની ચર્ચાએ જાગી છે બીજીબાજુ પોલીસ કોન્સ્ટેબલ અને ટીઆરબી જવાનોએ એક ટીઆરબી જવાનના પુત્રના જન્મદિવસ માટે પાર્ટી માટે વિદેશી દારૂ લાવ્યા હોવાનું રટણ કરતા પોલીસબેડામાં અચરજ ફેલાયું છે.

ખેડભ્રહ્મા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેન્દ્ર લક્ષીભાઈ કટારા, ટીઆરબી જવાન ચિંતન વક્તાભાઈ પટેલ અને સંજય જેશંગ ભાઈ ચેનવા દેલવાડા ગામ નજીક આવેલા ઠેકા પરથી વિદેશી દારૂ સ્વીફ્ટ ગાડીમાં ભરી પસાર થવાના હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલને મળતા સ્ટેટ મોનીટરીંગ સેલની ટિમ એસઆરપી જવાનો સાથે દેલવાડા નજીક સીતોલ ગામ નજીક ખેડવા મામેર રોડ નજીક વોચ ગોઠવી દીધી હતી બાતમી આધારિત સ્વીફ્ટ ગાડી (ગાડી.GJ 09 BD 6044 ) ને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-બિયર ટીન નંગ-૪૦ કીં.રૂ.૧૦૯૬૦/- ના જથ્થા સાથે જપ્ત કરી કાર ચાલક ટીઆરબી જવાન ચિંતન વક્તાભાઈ પટેલ , કારમાં બેઠેલા પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્ર લક્ષીભાઈ કટારા અને અન્ય ટીઆરબી જવાન સંજય જેશંગ ભાઈ ચેનવાની ધરપકડ કરી ત્રણે આરોપી પાસેથી મળેલ મોબાઈલ નંગ-૮ , કાર અને રોકડ રકમ મળી kul રૂ.૪૮૨૧૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

ખેડભ્રહ્મા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી મહેન્દ્ર લક્ષીભાઈ કટારા, ટીઆરબી જવાન ચિંતન વક્તાભાઈ પટેલ અને સંજય જેશંગ ભાઈ ચેનવા દારૂની ખેપ મારતા ઝડપાઈ જતા ખેડભ્રહ્મા પીએસઆઈ સહીત પોલીસકર્મચારીઓની કામગીરી શંકાના દાયરામાં આવી ગઈ છે પોલીસકર્મીઓ જ વિદેશી દારૂની ખેપ મારતા ઝડપાતા લોકોમાં ખાખી વર્દી સામે ઉગ્ર રોષ ફેલાયો છે.