મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા:  સ્વિટી પટેલની હત્યામાં પોલીસે પીઆઇ અજય દેસાઇ અને તેના મિત્ર કિરીટસિંહ જાડેજાને સોમવારે સાંજે કોર્ટમાં રજૂ કરી14 દિવસના રિમાન્ડની માગ કરતાં અદાલતે 11 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે, અજયની બંને પત્ની એક જ સમયગાળામાં સગર્ભા થઇ હતી. જોકે સ્વિટીએ તે સગર્ભા છે તે વાત 6 મહિના છૂપાવી હતી. પીઆઇ અજય દેસાઇને ખબર પડી ત્યારે સ્વિટીના ગર્ભપાત માટે મોડું થઇ ચૂક્યું હતું. બીજી બાજુ અજયે જે મહિલા સાથે લગ્ન કર્યા હતાં તે પણ ગર્ભવતી હતી. બાદમાં સ્વિટીએ પુત્રને, અન્ય પત્નીએ પુત્રીને જન્મ આપ્યો હતો. હાલ બંને બાળકની ઉંમર 2 વર્ષની આસપાસ છે. આ બંને બાળકોનાં નામ પણ અજયની રાશી પરથી જ રખાયા છે.

તપાસમાં બહાર આવ્યું છે કે, સ્વિટી પટેલની હત્યાના બનાવના એક મહિના પહેલાં પીઆઇ  અજય દેસાઇ કિરીટસિંહને મળ્યો ત્યારે તેણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં રહેતી તેમની બહેનને સમાજના પરિણીત વ્યક્તિ સાથે શારીરિક સંબંધથી 3-4 મહિનાનો ગર્ભ રહી ગયો છે, જેથી પરિવારના લોકો બહેનનો નિકાલ કરવા માગતા હોવાથી ભવિષ્યમાં જરૂર પડે તો મદદ કરવા જણાવ્યું હોવાનું કિરીટસિંહે પોલીસને જણાવતાં હત્યા માટે અજય દેસાઇએ અગાઉથી જ પ્લાન ઘડ્યો હોવાનું બહાર આવ્યું છે. લાશ સળગાવવા ડીઝલ ઉપરાંત એવરેજ વધારવા વપરાતું ડબ્લ્યુ ફ્યુઅલ વાપર્યું હોવાનો ઘટસ્ફોટ થતાં અન્ય કોઈ કેમિકલ વાપર્યું હોવાની ક્રાઇમ બ્રાન્ચને શંકા છે. સ્વિટી પટેલ બીજીવાર સગર્ભા હતાં કે કેમ તથા તે મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હતો કે કેમ તેની તપાસ શરૂ કરાઈ છે.

Advertisement


 

 

 

 

 

સ્વિટી પટેલની હત્યાના દિવસે અગાઉ કરેલી વાત મુજબ પીઆઇએ કિરીટસિંહને કોલ કરી જણાવ્યું કે, બહેનને મારી નાખી લાશ સાથે પરિવારના સભ્યો કરજણ આવ્યા છે. કિરીટસિંહ દહેજ તરફ ગયો હોવાથી તેણે હોટલ પર કોઇ નથી તેની ખાતરી કરી રોકાયો હતો. પીઆઇ દેસાઇ લાશ લઇ પહોંચતાં તે વૈભવ હોટલ પાસે હાજર રહી ચાલતા ચાલતાં બંધ હોટલવાળી જગ્યાએ જઇ લોકેશન સોશિયલ મીડિયાથી મોકલ્યું હતું. હવે પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે સ્વિટી પટેલની લાશને સળગાવવા અન્ય કોઇની મદદ લેવામાં આવી હતી કે નહીં. તેમજ તેની લાશના અન્ય ભાગોને કોઇ બીજા સ્થળે નિકાલ કરવામાં આવ્યો છે કે નહીં. 

Advertisement