મેરાન્યૂઝ નેટવર્ક, વડોદરા:  વડોદરા જિલ્લાના એસઓજીના તત્કાલીન પીઆઈ પત્ની સ્વીટીના ગુમ થવાના કેસની તપાસ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કરી રહી છે. આ કેસમાં ગુરૂવારે પીઆઇ દેસાઇએ તેમની માનસિક અને શારીરિક સ્થિતિ સારી ન હોવાથી નાર્કો ટેસ્ટ આપવા માટે સક્ષમ ન હોવાની વાત અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સમક્ષ કરી છે. જેથી હવે પીઆઇ દેસાઇનો નાર્કો ટેસ્ટ નહીં થાય, પોલીસ હવે DNA ટેસ્ટની રિપોર્ટની રાહ જોઇ રહી છે.

ક્રાઇમ બ્રાન્ચની ટીમે સ્વીટીના કેસની ખૂટતી કડીઓ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. બીજી તરફ આ કેસમાં આગામી સપ્તાહે FSLનો રિપોર્ટ આવશે, તેની સાથે ક્રાઇમ બ્રાન્ચની તપાસ પણ ઘણી મહત્વની સાબિત થવાની છે. સ્વીટી મિસિંગ કેસ હવે આવનારા ગણતરીના દિવસોમાં નિર્ણાયક તબક્કામાં આવી જશે. જેનાથી આ કેસમાં ખરેખર શું તથ્ય છે? તે મહત્વનું સાબિત થશે. હાલ આ કેસમાં FSLની તપાસ સૌથી મહત્વપૂર્ણ છે. બીજી તરફ સ્વીટીના ગુમ થવાથી લઈને આજ દિન સુધીના ઘટનાક્રમ પણ પોલીસ માટે મહત્વના માનવામાં આવી રહ્યા છે. જેની તપાસ પણ ચાલી રહી છે.

Advertisement


 

 

 

 

 

ઉલ્લેખનીય છે કે પીઆઇ એ.એ. દેસાઈની પત્ની સ્વીટી પટેલ 46 દિવસથી રહસ્યમય રીતે ગુમ થતાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. જેમાં દહેજ પાસેના અટાલી નજીક 3 માળની અવાવરુ બિલ્ડિંગની અંદર તથા પાછળના ભાગેથી સળગેલી હાલતમાં હાડકાં મળ્યાં હતાં. ત્યારબાદ પોલીસે એસડીએસ તથા પોલિગ્રાફી ટેસ્ટ કર્યાં હતા. આ ઉપરાંત ડીએનએ ટેસ્ટ પણ કર્યાં હતા. જેના રિપોર્ટની પોલીસ રાહ જોઇ રહી છે.