મેરાન્યૂઝ નેટવર્ક.અરવલ્લી: અરાવલ્લી જીલ્લામાં દેશી-વિદેશી દારૂની હેરાફેરી અને વેપલા મોટા પ્રમાણમાં થઇ રહ્યો છે મેઘરજની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજય સરહદ પરથી નાના-મોટા વાહનો મારફતે બુટલેગરો રાજ્યમાં વિદેશી દારૂ મોટા પ્રમાણમાં ઠાલવી રહ્યા છે મેઘરજ પોલીસે ઉંડવા ચેકપોસ્ટ નજીકથી ઇનોવા કારમાં ૪૧ હજારના દારૂની ખેપ મારતા અમદાવાદના બુટલેગર સહીત એક એક શખ્શને ઝડપી પાડ્યા હતા માલપુર પોલીસે વણજારીયા ગામે ત્રાટકી વાલા સરદારભાઈ પગીને ૧૩ હજારના દારૂ સાથે તેમજ પરપોટીયા ગામેથી અમરત રતાભાઈ કોટવાળના ઘરેથી ૫ હજારનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો બુટલેગર પોલીસને થાપ આપી નાસી છૂટતા પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

મેઘરજ પીઆઈ જે.પી.ભરવાડ અને તેમની ટીમે ઉંડવા ચેકપોસ્ટ પર રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી શંકાસ્પદ ઝડપ સાથે પસાર થતી ઇનોવા કાર (ગાડી.નં-GJ 01 BV 9350)ને અટકાવી તલાસી લેતા ઇનોવા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૭૫ કીં.રૂ.૪૧૨૦૦ /- નો જથ્થો જપ્ત કરી ૧)કરણસિંહ ગૌતમસિંહ રાઠોડ (રહે.ચાણક્યપુરી માર્કેટ,ઘાટલોડિયા) અને 2)ગૌતમસિંહ વખતસિંહ સીસોદીયા (રહે.ઘાટડા,ડુંગરપુર-રાજ) ને ઝડપી પાડી ઇનોવા કાર,મોબાઈલ મળી કુલ.રૂ.૮૫૧૨૦૦/- નો મુદ્દમાલ જપ્ત કરી બંને બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા.

માલપુર પીએસઆઈ એન.એમ.સોલંકી અને તેમની ટીમે વણજારીયા ગામે ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતા વાલા સરદારભાઈ પગીના ઘરે રેડ કરી વિદેશી દારૂ અને રાજસ્થાન બનાવટની દેશી મદિરા બોટલ-ટીન મળી કુલ નંગ-૧૦૩ કીં.રૂ.૧૩૩૫૦/-નો જથ્થો જપ્ત કરી વાલા સરદાર પગીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો તેમજ પરપોટીયા ગામે બાતમીના આધારે ત્રાટકી અમરત રતાભાઈ કોટવાળના ઘર આગળ ચોપડમાં સંતાડી રાખેલ રાજસ્થાન બનાવટ દેશી મદિરા અને બિયર ટીન નંગ-૫૨ કીં.રૂ.૫૫૦૦/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.