મેરાન્યૂઝ નેટવર્ક.મોડાસાઃ કોરોના મહામારીને લઈને સમગ્ર દેશ લોકડાઉન છે. પોલીસતંત્ર લોકડાઉનની અમલવારી અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા કમરકસી રહી છે. બીજીબાજુ બુટલેગરો પોલીસતંત્રની વ્યસ્તતાનો ફાયદો ઉઠાવવા તત્પર બન્યા છે. અરવલ્લી જીલ્લામાં રાજસ્થાનમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂ ઘુસાડવામાં આવે છે. કોરોનાના પગલે બંને રાજ્યોએ મુખ્ય સરહદો સીલ કરતા બુટલેગરો અંતરિયાળ સરહદનો ઉપયોગ કરી નાના વાહનો મારફતે દારૂ ઠાલવી રહ્યા છે માલપુર પોલીસે જીતપુર ગામ નજીક સારથી ત્રણ રસ્તા પાસેથી બાઈક પર થેલામાં વિદેશી દારૂ ભરી પસાર થતા મહેશ મંગા પગી નામના બુટલેગરને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.

માલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઈ એન.એમ. સોલંકી અને તેમની ટીમે માલપુરના તમામ વિસ્તારોમાં લોકડાઉનની અમલવારી માટે સઘન પેટ્રોલિંગ હાથધર્યું છે  જીતપુર ગામ નજીક સારથી ત્રણ રસ્તા વાહનોનું ચેકીંગ હાથધરાતા બાઈક પર કોથળામાં વિદેશી દારૂ ભરી પસાર થતા મહીસાગરના ચીખલી જોજો ગામના મહેશ મંગા પગીને દબોચી લીધો હતો. કોથળામાંથી વિદેશી દારૂની બોટલ અને ક્વૉટારીયા નંગ-૯૧ કિં.રૂ.૮૧૫૦ નો જથ્થો જપ્ત કરી બાઈક કીં.રૂ.૨૫૦૦૦ મળી કુલ રૂ.૩૩૧૫૦/- નો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી માલપુર પોલીસે મહેશ મંગા પગી નામના બુટલેગરને  જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.