મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ PM કેયર્સ ફંડને લઈને પીએમઓએ દિલ્હી હાઈકોર્ટમાં કહ્યું કે કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારનું કોઈ નિયંત્રણ નથી. પીએમોના સોગંદનામામાં કહેવાયું છે કે આ ફંડ ભારત સરકારથી નહીં, પણ ચેરિટેબલ ટ્ર્સટથી જોડાયેલી છે. આ કોષમાં આવનારી રકમ ભારત સરકારની સંચિત નિધિમાં નથી આવતી. પ્રધાનમંત્રી કાર્યાલયએ કહ્યું કે પીએમ કેયર્સ ફંડને ન તો સૂચનાનો અધિકાર (આરટીઆઈ) અધિનિયમના દાયરામાં પલ્બિક ઓથોરિટી તરીકે લાવી શકાય છે, અને ન તેને રાજ્યના રુપમાં લીસ્ટેડ કરી શકાય છે. ખરેખર આ ફંડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં વકીલ સમ્યક ગંગવાલે એક અરજી ફાઈલ કરી છે. માગ કરી છે કે પીએમ કેયર્સ ફંડને રાજ્યને જાહેર કરાય કે પાર્દર્શિતા બનાવી રાખવા માટે આરટીઆઈના અંતર્ગત લેવામાં આવે.

આ અરજી પર પીએમઓના અન્ડર સેક્રેટરી પ્રદીપ શ્રીવાસ્તવે કોર્ટને ફંડ વિશે માહિતી આપી હતી કે ટ્રસ્ટ સંપૂર્ણ પારદર્શિતા સાથે કામ કરે છે અને તેના ફંડનું ઓડિટ કરાય છે. ભંડોળમાં પારદર્શિતા જાળવવા માટે, આ ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત ભંડોળ અને તેની તમામ વિગતો સત્તાવાર વેબસાઇટ પર મૂકવામાં આવે છે. અરજીના જવાબમાં તેમણે કહ્યું કે ટ્રસ્ટને જે પણ દાન મળે છે, તે ઓનલાઈન, ચેક અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા પ્રાપ્ત થયું છે. ટ્રસ્ટ તેની વેબસાઇટ પર આ ફંડના તમામ ખર્ચની વિગતો અપડેટ કરે છે.