મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ રજુ થયો તેના પર જવાબ આપતા વિપક્ષ પર નિશાન તાક્યું હતું. પીએમએ પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીને ભારત રત્ન આપવાનો નિર્ણયનો ઉલ્લેખ કરતાં વિપક્ષના તે આરોપો પર પણ પલટવાર કર્યો હતો જેમાં પહેલાની સરકારના યોગદાનોને તેમણે નકારી દીધા છે.

તેમણે આગળ ટોંણો મારતાં કહ્યું, કાલે સદનમાં નારા લગાવાયા હતા અને આજે ૨૫ જૂન છે. તેમણે કહ્યું કે લોકોને તો તેની જાણકારી પણ નથી કે ૨૫ જૂને શું થયું હતું, આજુબાજુ પુછવું પડે છે. તેમણે કહ્યું કે આવામાં યાદ અપાવવું જરૂરી છે કે ૨૫ જુનની રાત્રે દેશની આત્માને કચળી નાખવામાં આવી હતી.

તેમણે આગળ કહ્યું કે, ભારતમાં લોકતંત્ર સંવિધાનના પન્નાઓથી પૈદા નથી થયું. ભારતમાં લોકતંતંર સદીઓથી આપણી આત્મા છે. તે આત્માને કચળી નાખવામાં આવી હતી, મીડિયાને દબોચી લેવાયું હતું. દેશના મહાપુરુષોને સળિયા પાછળ બંધ કરી દેવાયા હતા. દેશને જેલની કોઠી બનાવી દેવાયો હતો અને ફક્ત એટલેકે સત્તા ન જતી રહે. તેમણે કહ્યું કે ન્યાયપાલિકાનો નિર્ણય હતો, કોર્ટનો અનાદર કેવી રીતે થાય છે, તેનું તે જીવતું-જાગતું ઉદાહરણ છે. તેમણે કહ્યું કે આજે અમારે લોકતંત્ર પ્રતિ ફરી એક વાર પોતાનો સંકલ્પ સમર્પિત કરવાનો થશે. તે સમયે જે પણ પાપના ભાગીદાર હતા, તે દાગ ક્યારેય જશે નહીં. તેનું સ્મરણ કરવું જરૂરી છે, જેથી ફરી કોઈ પેદા ન થાય જે આ રસ્તા પર જવાની ઈચ્છા કરે.

આ કોઈને સારા-ખરાબ કહેવા માટે નથી. તે સમયે જ્યારે મીડિયા પર તાળા હતા, દરેક કોઈને લાગતું હતું કે પોલીસ પકડી લેશે. જાતિ, પંથ, સંપ્રદાયથી ઉપર ઉઠીને દેશના તે સમયના ઈલેક્શનનું રિઝલ્ટ આવ્યું હતું. મતદારોએ લોકતંત્રને સ્થાપિત કર્યું હતું. આ વખતે ફરી એક વાર દેશે પંથ, જાતિથી ઉઠીને મતદાન કર્યું છે.

મોદીએ કહ્યું કે પાંચ વર્ષમાં અમારા મનમાં આ જ ભાવ રહ્યો કે જેનું કોઈ નથી તેની માટે સરકાર હોય છે. અમે આજાદી પછી એક એવા કલ્ચરને વેગ આપ્યો જેમાં સામાન્ય માણસને પોતાના હક માટે વ્યવસ્થાથી લડવું પડે છે. શું તેને સહજ રુપે તેમના હક્કની વસ્તુઓ મળવી ન જોઈએ? અમે માની લીધું હતું કે આ બધું આમ જ ચાલે છે. રાજ્યોને પણ સાથે લાવવાના મુશ્કેલ હતા. પરંતુ હું સંતોષ સાથે કહેવા માગું છું કે અમે દિશા યોગ્ય પકડી અને તેને છોડી નહીં.

ગુજરાતનો ઉલ્લેખન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગુજરાતના ૫૦ વર્ષ થયા હતા. તે ગોલ્ડન જુબિલી યરનું એક મહત્વપૂર્ણ કામ હું કહેવા માગું છું. મેં ૫૦ વર્ષમાં થયેલા તમામ રાજ્યપાલોના ભાષણનો ગ્રંથ બનાવવાનું વિચાર્યું અને તેમાં સરકારોના કામનું સરવૈયું હતું. અમારા દળની સરકારો ન હતી. પરંતુ આ અમારા વિચારનો હિસ્સો હતું. આ આજે પણ ઉપલબ્ધ છે એવું કહેવું કે પહેલા જે કામ થયા છે તેને અમે ગણતા જ નથી, તે ખોટું છે.