મેરાન્યૂઝ નેટવર્ક, દમણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શનિવારે સૂરતના હજીરા એલએન્ડટીમાં તૈયાર ‘K-9 વજ્ર’ ટેંક દેશની આર્મીને સોંપી. તેમણે આ તોપનું નિરીક્ષણ કર્યું અને તેના પર સવારી પણ કરી હતી. આ તોપ સંપૂર્ણ રીતે મેક-ઇન-ઇન્ડિયા હેઠળ તૈયાર થયેલ છે. આ તોપ ખૂબ જ શક્તિશાળી છે અને હવે ભારતીય આર્મીમાં સામેલ થવા જઇ રહી છે.

K-9 વજ્ર ટેંક રણવિસ્તાર માટે તૈયાર કરવામાં આવી છે. ટેંકનું વજન 47 ટન છે. જેમાં 5 સૈનિક સવાર થઇ શકે છે. આ પહેલી એવી તોપ છે જેને ઇંડિયન પ્રાઇવેટ સેક્ટર દ્વારા બની છે. આ તોપ ત્રણ મિનિટમાં 15 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે અને 60 મિનિટમાં સતત 60 રાઉન્ડ ફાયરિંગ કરી શકે છે.

વડાપ્રધાન મોદીએ તોપ પર સવારીનો વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરતા કેટલાક યુઝર્સે કોમેન્ટ કરી કે એક ગોળો કોલકાતામાં આયોજીત વિપક્ષોની રેલી તરફ પણ છોડી જુઓ... જોઈએ તો ખરા કેવો અવાજ આવે છે.