મેરાન્યૂઝ નેટવર્ક. નવી દિલ્હીઃ કશ્મીરમાં 370ની કલમને ખત્મ કર્યા પછી પ્રથમ વાર નરેન્દ્ર મોદી દેશને સંબોધી રહ્યા છે. આ સમયે તેઓ શું જણાવે છે, તેઓ લોકો સમક્ષ કઈ વાત લઈને આવ્યા છે તે તમામ સવાલો લોકોના મનમાં છે. તે તમામ સવાલોનો જવાબ અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આપી રહ્યા છે. પીએમનું આ વિશેષ પ્રસારણ ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત કરવામાં આવશે. આમ તો વડાપ્રધાન મોદી 7મી ઓગસ્ટના રોજ દેશને સંબોધન કરવાના હતા, પરંતુ ભાજપના વરિષ્ઠ નેતા સુષમાન સ્વરાજના નિધનને પગલે આ કાર્યક્રમને મુલતવી રાખવામાં આવ્યો હતો. અહીં વડાપ્રધાનનો લાઈવ વીડિયો દર્શાવવામાં આવ્યો છે. ચાલો જોઈએ...