મેરાન્યૂઝ નેટવર્ક.કાનપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે કાનપુરમાં રાષ્ટ્રીય ગંગા પરિષદની પહેલી બેઠકમાં શામેલ થયા હતા. તેમાં નમામી ગંગે પરિયોજનાને આગામી ચરણ અને નવા એક્શન પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી. શનિવારે બપોરના સમયે કાનપુરમાં ગંગા નદી ખાતેના અટલ ઘાટને ચઢતી વખતે તેઓ સીડી ચુકી જતાં લથડી પડ્યા હતા. જોકે સદનસીબે તેમણે પોતાા હાથથી પોતાની જાતને સંભાળ્યા બાદમાં સિક્યૂરિટી ગાર્ડ્સ પણ ત્યાં જ હતા તો તેમણે પણ તેમને ઊભા થવામાં મદદ કરી હતી. તેઓની તબીયત હાલ સારી છે. સામાન્ય દુઃખાવો છે પરંતુ તેમના કાર્યમાં તે બાધા બનશે નહીં. પીએમ મોદીએ આ ઉપરાંત ગંગાની સફાઈ સાથેના નમામિ ગંગે પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી.

પીએમ મોદી સાથે યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત તેમની કેબિનેટના ઘણા મંત્રી કાનપુરમાં હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદી કાનપુર સ્થિત અટલ ઘાટની સીડીઓને ચાલતી વખતે પડી ગયા હતા. જોકે સિક્યૂરિડી ગાર્ડ્સ અને પોતાની ત્વરિતતાને કારણે તેમને વધુ ઈજાઓ થતાં રહી ગઈ હતી. તેઓ ગંગા ઘાટ પર ખુલ્લા પગે ગયા હતા. જ્યારે વડાપ્રધાન એરપોર્ટ પર આવ્યા ત્યારે યોગી આદિત્યનાથ સહિતના ઘણા લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું. યુપીના મુખ્યમંત્રીએ તે બાબત સોશ્યલ મીડિયા દ્વારા લોકો સામે મુકી હતી.