મેરાન્યૂઝ નેટવર્ક.મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બાયોપીક ફિલ્મ ‘પીએમ નરેન્દ્ર મોદી’ 24 મે 2019એ રિલીઝ થશે. તે પહેલા આ ફિલ્મ 5 એપ્રિલ અને 11 એપ્રિલએ રિલીઝ થવાની હતી પરંતુ તેની રિલીઝને ટાળી દેવામાં આવી હતી. છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં રહેનારી આ ફિલ્મ આ વર્ષની સૌથી ચર્ચીત ફિલ્મો પૈકીની એક છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણી 11 એપ્રિલે શરૂ થઈ હતી જેને પગલે આ ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે ચૂંટણી પંચ દ્વારા લગાવાયેલી ફિલ્મ પર પ્રતિબંધમાં દખલ આપવાનો ઈનકાર કરી દીધો હતો. તે દરમિયાન બાયોપીક ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદીના મેકર્સે ચૂંટણી પંચને પત્ર લખીને તેના પ્રતિબંધના નિર્ણયનું સ્પષ્ટીકરણ માગ્યું હતું. હવે આ ફિલ્મ 24મી એપ્રિલે એટલે કે ચૂંટણી પરિણામોના બીજા જ દિવસે રિલીઝ થશે.