મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ સોશ્યલ મીડિયાથી અલવીદા થવાનું એલાન કર્યા પછી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા છે. મંગળવારે થયેલી સંસદીય દળની બેઠકમાં વડાપ્રધાન મોદીએ દિલ્હી હિંસાની સીધી વાત કર્યા વગર કહ્યું કે દેશમાં શાંતિ અને એક્તા જરૂરી છે. મીટિંગમાં મોદીએ પોતાનો નારો પણ ફરી બોલ્યા સબકા સાથ, સબકા વિકાસ. જે સાથે સાથે તમામનો વિશ્વાસ પણ જરૂરી છે. આગળ તેમણે સખત શબ્દમાં એવું પણ કહ્યું કે પહેલા દેશ અને પછી દળ છે.

જણાવી દઈએ કે, પીએમ મોદીનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેમના સોશિયલ મીડિયા છોડવાના સમાચાર સર્વત્ર છે. મોદીએ સોમવારે રાત્રે જાહેરાત કરી હતી કે રવિવારથી તેઓ ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ ચલાવવાનું છોડી શકે છે.

આ પહેલા દિલ્હીની હિંસા અંગેના ટ્વીટ્સ

દિલ્હીમાં હિંસા બાદ 26 ફેબ્રુઆરીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલીવાર કંઈક કહ્યું. પીએમ મોદી પણ આ ટ્વીટને કારણે ઘેરાયેલા હતા જે 69 કલાક પછી આવ્યા હતા. તેમણે ટ્વીટ કરીને લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. પીએમ મોદીએ લખ્યું, 'દિલ્હીના જુદા જુદા ભાગોની પરિસ્થિતિ પર વિસ્તૃત સમીક્ષા. પોલીસ અને અન્ય એજન્સીઓ શાંતિ પુનઃસ્થાપના સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. તેમણે બીજા એક ટ્વીટમાં લખ્યું છે કે હું બધી બહેનો અને ભાઈઓને શાંતિ અને ભાઈચારો જાળવવા અપીલ કરું છું. વહેલી તકે શાંતિની પુનઃસ્થાપના માટે તે જરૂરી છે.