મેરાન્યૂઝ નેટવર્ક.પશ્ચિમ બંગાળઃ પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એક વાર પ્રચાર કરતાં હુંકાર ભરી હતી. કાંથી ચૂંટણી સભામાં વડાપ્રધાને કહ્યું કે બે મેએ ભારતીય જનતા પાર્ટીની બંગાળમાં સરકાર બનશે. પીએમ મોદીએ પોતાની જનસભામાં બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી પર તીખા હુમલા કર્યા અને કહ્યું કે આ ધરતી પર કોઈ પણ બહારના નથી.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાની રેલીમાં કહ્યું કે જે યુવા પહેલીવાર પોતાનો વોટ આપી રહ્યા છે, તેમના માટે આ ચૂંટણી વધુ મહત્વની છે. બંગાળમાં હવે અસલી પરિવર્તનની જરૂર છે, જે ફક્ત ભાજપ જ કરી શકે છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે બે મેએ વિદાય નક્કી છે, મમતા દીદી આજકાલ મેદિનીપુરમાં આવીને બહાના બનાવી રહી છે.

મોદીએ કહ્યું કે, મમતા દીદી, આજ બંગાળના લોકો તમને પુછી રહ્યા છે કે લોકોનું અનાજ કોણે લૂંટ્યું. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી આવવા પર દીદી સરકાર દ્વારે-દ્વારેની વાત કરે છે. બંગાલના બાળકો પણ મમતા દીદીનો ખેલ સમજી ગયા છે અને 2 મેએ દીદીને દ્વાર બતાવવામાં આવશે. દીદીને તેમના પાપોની સજા આપવા માટે જનતા તૈયાર છે. જ્યારે જનતાને જરૂર હોય છે, ત્યારે દીદી દેખાતી નથી.


 

 

 

 

 

મોદીએ કહ્યું, ભાજપ સરકાર અહીં સ્કીમને સ્કેમ બનતી રોકી દેશે. ભાજપના સંકલ્પ પત્રમાં મહિલાઓના માટે મહત્વના વાયદા આપવામાં આવ્યા છે, જેનાથી માતા-બહેનોને લાભ થશે. ટીએમસી સરકારને લોકોની ચિંતા નથી, અહીંની સરકારે કેન્દ્રની યોજનાઓને રોકવાનું કામ કર્યું છે. પીએમ મોદીએ કહ્યું કે 2 મેએ ભાજપ સરકાર બનશે, તો ખેડૂતોને ગત ત્રણ વર્ષના રૂપિયા આપવામાં આવશે. ભાજપ સરકાર બનશે તો રાજ્યથી તોળબાજીને રાતોરાજ ખત્મ કરી દેવાશે.

તેમણે કહ્યું કે, જે બંગાળે પુરા ભારતને વંદે માતરમ્ નો નારો આપ્યો, તે બંગાળ ભૂમિ પર કોઈ બહારનું નથી, ગુરુદેવની ધરતી પર કોઈ બહારનું નથી, ટુરિસ્ટ કહીને મજાક ઉડાવાય છે, બંગાળના લોકો કોઈને બહારના માનતા નથી. બંગાળમાં જ્યારે ભાજપની સરકાર બનશે તો આ ધરતીનો જ વ્યક્તિ અહીંનો મુખ્યમંત્રી બનશે. બંગાળમાં ભાજપ જ હિંસા દુર કરી શકે છે. આપને જણાવી દઈએ કે બંગાળમાં પહેલા તબક્કાનું મતદાન હવે થોડા જ દિવસોમાં 27 માર્ચે થવાનું છે જેના માટે 30 બેઠકો પર વોટ નખાશે.