મેરાન્યૂઝ નેટવર્ક.દેહરાદૂનઃ બપોરના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જૌલીગ્રાંટ એરપોર્ટ પર પહોંચ્યા જ્યાંથી તે થોડીવારમાં વાયુસેનાના ખાસ પ્લેનમાં બેસી દિલ્હી જવા રવાના થયા હતા. આ દરમિયાન એરપોર્ટ પર રાજ્યપાલ બેબીરાની મોર્ય, મુખ્યમંત્રી ત્રિવેંદ્ર સિંહ રાવત અને ડીજીપી અનિલ રતૂડી હાજર રહ્યા હતા.

વડાપ્રધાન મોદી રવિવારે કેદારનાથથી બદ્રીનાથ પહોંચી ગયા, જ્યાં તેઓએ ભગવાન બદ્રીનાથજીની પૂજા-અર્ચના કરી. આ પહેલાં તેઓ લગભગ 17 કલાક સુધી કેદારનાથની ગુફામાં રહ્યાં બાદ બહાર નીકળ્યાં હતા અને ભગવાન શિવની બીજી વખત પૂજા કરી હતી. મોદીએ કહ્યું કે ગઈકાલે ગુફામાં રહ્યાં બાદ બહારની દુનિયાથી પૂરી રીતે સંપર્ક કપાય ગયો હતો.આ વચ્ચે તૃણુમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને પત્ર લખીને મોદીની યાત્રાના કવરેજને આચારસંહિતાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. 
શનિવારે મોદી કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ભગવાન શિવની પૂજા-અર્ચના કરી હતી. જે બાદ કેદારધામમાં વિકાસ કાર્યોની સમીક્ષા કરી હતી. શનિવારે બપોરે 2 કિલોમીટરના ચઢાણ બાદ ગુફામાં ધ્યાન લગાવવા ગયા હતા

તૃણુમૂલ કોંગ્રેસે ચૂંટણી પંચને લખ્યું કે, "લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે. પરેશાન કરનારી વાત તો એ છે કે મોદીની કેદારનાથ યાત્રા છેલ્લાં બે દિવસથી મીડિયામાં વ્યાપક રીતે કવરજે કરવામાં આવી રહી છે. આ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન છે."