મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યા ખાતે આજે શ્રીરામ જન્મભૂમિ પૂજન અને મંદિરનો શિલાન્યાસ કર્યો તે કાર્યક્રમનું તેમના માતા હિરાબાએ ઘરે ટીવી પર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. હિરાબાએ ટીવી પર જ રામલલાના દર્શન કરીને શિશ ઝુકાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વૃદ્ધાવસ્થા અને કોરોના મહામારીના કારણે ઘરની બહાર ન નીકળતા હીરાબા હાલ ગાંધીનગર સ્થિત નાના પુત્ર પંકજભાઈ મોદીના ઘરે રહે છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન પછી સંબોધનમાં કહ્યું કે, અહીં મારું આવવું સ્વાભાવિક હતું. કેમકે રામ કાજ કિજે બિના મોહિ કહાં વિશ્રામ. ભારત આજે ભગવાન ભાસ્કરના સાનિધ્યમાં સરયુના કિનારે એક સ્વર્ણિમ અધ્યાય રચાઈ રહ્યો છે. સોમનાથથી કાશી વિશ્વનાથ, બોધગયાથી સારનાથ સુધી, અમૃતસરથી પટના સહિત સુધી, લક્ષદ્વીપથી લેહ સુધી આજે સમગ્ર ભારત રામ મય છે. અહીં આવતા પહેલાં મેં હનુમાન ગઢીના દર્શન કર્યા. રામના બધા કામ હનુમાનજી તો કરે છે. રામના આદર્શોની કલિયુગમાં રક્ષા કરવાની જવાબદારી હનુમાનજીની છે. શ્રીરામનું મંદિર અમારી સંસ્કૃતિનું આધુનિક પ્રતીક બનશે. જાણીજોઈને આધુનિક શબ્દનો ઉપયોગ કરુ છું. આપણી શાશ્વત આત્મા અને રાષ્ટ્રીય ભાવનાનું પ્રતીક બનશે. આ મંદિર કરોડો લોકોની સામૂહિક સંકલ્પ શક્તિનું પ્રતીક બનશે. આગામી પેઢીને આસ્થા, શ્રદ્ધા અને સંકલ્પની પ્રેરણા આ મંદિર આપે છે. આ મંદિર બન્યા પછી અયોધ્યાની ભવ્યતા વધવાની સાથે સાથે આ વિસ્તારનું સમગ્ર અર્થતંત્ર જ બદલાઈ ગયું છે. દરેક ક્ષેત્રે નવા અવસર બનશે.