મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પંજાબના એક ખેડૂતે પોતાના જેવા હજારો ખેડૂતો સાથે મહિનાઓ સુધી પ્રદર્શન કરતાં કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વૃદ્ધ માતા હિરાબહેન મોદીને ભાવુક પત્ર લખ્યો છે જેમાં તેમને આગ્રહ કર્યો છે કે તે પોતાના દિકરાને ત્રણ નવા કાયદાઓ રદ્દ કરવા માટે કહે. જેના કારણે દેશમાં એક મોટું આંદોલન ચાલી રહ્યું છે. તેમણે પત્રમાં આશા વ્યક્ત કરી છે કે તે પીએમ મોદીને પોતાનું મન બદલવા માટે પોતાની તમામ શક્તિઓનો ઉપયોગ એક માતાના રૂપમાં કરશે.

પંજાબના ફિરોઝપુર જિલ્લાના ગામ ગોલૂના મોઢના રહેવાસી હરપ્રીત સિંહે હિન્દી ભાષામાં પત્ર લખ્યો છે. તેમણે હિરાબાને અપીલ કરતાં ભાવનાત્મક મુદ્દાઓને તેમાં શામેલ કર્યા છે. તેમણે મૌસમની સ્થિતિ, જેને કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે તે, કાયદાઓને રદ્દ કરવાની માગ, દેશમાં ભૂખ પુરી કરવામાં ખેડૂતોના યોગદાન અને દેશની સીમાઓને સુરક્ષિત રાખવામાં તેમનું યોગદાન જેવા મુદ્દાઓ પર ચિઠ્ઠી લખી છે.


 

 

 

 

 

ખેડૂતે લખ્યું છે કે, હું આ પત્ર ભારે મનથી લખી રહ્યો છું, જેવું આપ જાણતા હશો કે દેશ અને દુનિયાને ખવડાવનાર અન્નદાતા ત્રણ કાળા કાયદાઓના કારણે કડકડતી ઠંડીમાં પણ દિલ્હીના રસ્તાઓ પર સુવા માટે મજબુર છે. જેમાં 90થી 95 વર્ષના વૃદ્ધ ઉપરાંત બાળકો અને મહિલાઓ પણ શામેલ છે. કડકડતી ઠંડીમાં લોકો બિમાર પડી રહ્યા છે. અહીં સુધી કે લોકો શહીદ થઈ રહ્યા છે. જે અમારા માટે ચિંતાનો વિષય છે.

તેમણે લખ્યું કે, દિલ્હીની સરહદો પર આ શાંતિપૂર્ણ આંદોલન ત્રણ કાળા કાયદાઓને કારણે થયું છે જે અદાણી, અંબાણી અને કોર્પોરેટ સેક્ટર્સના ઈસારાથી પસાર કરવામાં આવ્યા છે.

ખેડૂત હરપ્રીત સિંહ તે ખેડૂતોમાં શામેલ છે જે સપ્ટેમ્બર 2020માં સંસદ દ્વારા ત્રણ નવા કાયદાઓ પસાર કર્યા પછી દિલ્હી અને તની આસપાસની સીમાઓ પર અંદાજે બે મહિનાથી હજારો ખેડૂતો સાથે વિરોધ પ્રદર્શન કરે છે. આ દરમિયાન ખેડૂત સંગઠનોના સરકાર સાથે ઘણા વાટાઘાટો થયા પરંતુ તેમાં કોઈ સફળતા મળી નથી. ખેડૂત આંદોલનને કારણે 75થી વધુ પ્રદર્શન કારીઓએ જીવ ગુમાવ્યા છે. તેમાંથી ઘણા લોકોએ આત્મહત્યા પણ કરી છે.

સિંહને થોડા દિવસો પહેલા શિમલામાં વગર અનુમતિએ પ્રદર્શન કરવા પર ધરપકડ થઈ હતી, બાદમાં તેમને જામીન પર છોડાયા હતા. તેમણે પત્રમાંલખ્યું કે, હું આ પત્ર ખુબ આશાઓ સાથે લખી રહ્યો છું. આપનો દિકરો નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે. તે પોતાના દ્વારા પસાર કરાયેલા કૃષિ કાયદાઓને રદ્દ કરી શકે છે. મને લાગે છે કે એક માતાને છોડીને કોઈને પણ વ્યક્તિ ના પાડી શકે છે. પુરો દેશ આપને ધન્યવાદ કહેશે. ફક્ત એક માઁ જ પોતાના દિકરાને આદેશ આપી શકે છે.