મેરાન્યૂઝ નેટવર્ક, ગાંધીનગર:  લોકસભા ચૂંટણીઓ 2019ની ચૂંટણીમાં આજે જાહેર થયેલા પરિણામોમાં ભાજપ અને વડાપ્રધાન મોદીનો ભવ્ય વિજય થયા બાદ આજે તેમની માતા હિરાબાએ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી દરમિયાન હિરાબાએ વડાપ્રધાન મોદીને ચૂંદડી ભેટમાં આપી હતી.