મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતે આજે 27 માર્ચે ‘મિશન શક્તિ’ અંતર્ગત માત્ર 3 મિનિટમાં 300 કિમી દુર આવેલા લાઈવ સેટેલાઈટને મિસાઈલ દ્વારા તોડી પાડ્યો છે. આ સાથે જ અમેરિકા, ચિન અને રુસ બાદ અંતરિક્ષ મહાશક્તિ તરીકે ભારતે પોતાનું નામ પણ નોંધાવી દીધું છે.

આ મિશનને અભુતપૂર્વ સિદ્ધી ગણાવતા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે 27 માર્ચ, થોડા સમય પહેલા જ ભારતે એક અનોખી સિદ્ધી મેળવી છે. ભારતે આજે અંતરિક્ષ મહાશક્તિ એટલે કે સ્પેસ પાવરમાં ઐતિહાસીક સિદ્ધી મેળવી છે. અત્યાર સુધી દેશના ત્રણ દેશ- અમેરિકા, રશિયા અને ચીને જ આ સફળતા મેળવી હતી. હવે ભારત એવો ચોથો દેશ બની ગયો છે. દરેક ભારતીય માટે આ ખૂબ ગર્વની ક્ષણ છે. થોડા સમય પેલાં જ આપમાં વૈજ્ઞાનિકોએ અંતરિક્ષમાં 300 કિમી દૂલ એલઈઓમાં એક લાઈવ સેટેલાઈટને તોડી પાડ્યો છે.

તેમણે ઉમેર્યું કે, લો ઓર્બિટમાં આ લાઈવ સેટેલાઈટ જે એક પૂર્વ નિરર્ધારિત લક્ષ્ય હતું. તેને એન્ટી સેટેલાઈટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. માત્ર ત્રણ મિનિટમાં આ ઓપરેશન સફળતા પૂર્વક પુરૂ કરવામાં આવ્યું છે. 'મિશન શક્તિ' ખૂબ જ મુશ્કેલ ઓપરેશન હતું. આ ઓપરેશન ખૂબ હાઈ ટેક્નોલોજીની ક્ષમતાથી પુરૂ કરવામાં આવ્યું છે. આ લાઈવ સેટેલાઈટને ભારત નિર્મિત એન્ટી સેટેલાઈટ એ-સેટ મિસાઈલ દ્વારા તોડી પાડવામાં આવ્યો છે.

તેમણે એવું પણ કહ્યું કે, ભારતનો પ્રયત્ન કોઈ દેશને નુકસાન પહોંચાડવાનો નથી પરંતુ રક્ષાત્મક વલણ અપનાવવાનો છે. પીએમએ કહ્યું તે, આ ઓપરેશને કોઈ પણ પ્રકારની સંધીનો ઉપયોગ નથી કર્યો. તેનાથી દેશમાં સુરક્ષા અને શાંતિનું વાતાવરણ જળવાઈ રહે. વડાપ્રધાને કહ્યું કે, અમારો પ્રયત્ન શાંતિ જાળવવાનો છે, યુદ્ધનું વાતાવરણ ઉભુ કરવાનો નહીં.

આ અંગે નીતિન ગડકરીએ કહ્યું કે, મિશન શક્તિને સફળતા પુર્વક પૂર્ણ કરવા માટે તમામ વૈજ્ઞાનિકોને શુભકામનાઓ, ભાર વર્લ્ડ લીડર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારત ન ફક્ત સુપર ઈકોનોમિક પાવર બની રહ્યું છે, પણ સુપર સાયન્સ પાવર પણ બની ગયું છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે આ અંગે કહ્યું કે, યુપીએ સરકારના સમયમાં ASAT પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી હતી. તેઓએ સ્પેશ સાયન્ટિસ્ટ અને ડો. મનમોહન સિંહની દુરંદેશિતાને અભિનંદન પાઠવ્યા હતા.

કોંગ્રેસે પણ ટ્વીટના માધ્યમથી ઈસરો અને સરકારને અભિનંદન પાઠવ્યા અને લખ્યું કે, ભારતીય સ્પેસ પ્રોગ્રામનો પ્રારંભ 1961માં જવાહરલાલ નહેરુંની આગેવાનીમાં થયો હતો તથા ઈસરોની ઈન્દિરા ગાંધીના સમયમાં શરૂઆત કરાઈ હતી. ઈસરો હંમેશા સિદ્ધીઓને પામી દેશનું ગૌરવ વધારતું રહ્યું છે.

જ્યારે આજે સવારે જ વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું કે મારા પ્રિય દેશ વાસીઓ, આજે સવારે હું 11.45-12.00 દરમિયાન એક મહત્વપૂર્ણ સંદેશ લઈને આપ સમક્ષ આવીશ, ત્યારથી જ લોકોમાં તે જાણવાની ઉત્સુકતા હતી કે હવે નરેન્દ્ર મોદી એવી કઈ બાબત લઈને સામે આવશે. કારણ કે હાલ આચાર સંહિત્તાને પગલે કોઈ મોટી જાહેરાત તો થઈ શકે તેમ ન હતી. તેથી લોકોને એમ હતું કે કદાચ ભારતે વધુ એક સ્ટ્રાઈક કરી હશે. જોકે ઘણા લોકો સાચા ઠર્યા પરંતુ આ સ્ટ્રાઈક કોઈ આર્મી કે એર સ્ટ્રાઈક ન હતી પરંતુ આ હતી સ્પેશ સ્ટ્રાઈક, જે અંગે તેમણે સંબોધન આપ્યું તે અહીં વીડિયો દર્શાવાયો છે.