મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ખેડૂત વિધેયકને લઈને વિરોધ થઈ રહેલા માહોલ વચ્ચે વડાપ્રધાન મોદીએ સરકારનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. આજે ઘણી પરિયોજનાઓનો શુભારંભ કરવા બિહાર પહોંચેલા વડાપ્રધાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, ખેડૂત અને ગ્રાહક વચ્ચે વચેટિયાઓ હોય છે, જે ખેડૂતોની કમાણીનો મોટો હિસ્સો ખુદ લઈ લેતા હોય છે, તેમનાથી બચાવવા માટે આ વિધેયક લાવવું ખુબ જ જરૂરી હતું. તેમણે કહ્યું કે આ ત્રણ બીલ આ વિધેયકને માટે રક્ષા કવચ બનાવીને આવ્યા છે. વડાપ્રધાને કહ્યું કે રાજનૈતિક પાર્ટીઓ દ્વારા લોકો દ્વારા આ દુષ્પ્રચાર કરવામાં આવ્યો છે કે સરકારના દ્વારા ખેડૂતોને એમએસપીનો લાભ નહીં આપવામાં આવે. એ પણ ખાલી વાતો કરાઈ રહી છે કે ખેડૂતોથી ધાન-ગઉં વગેરેની ખરીદી સરકાર દ્વારા નહીં કરવામાં આવે. તેમણે ભાર મુકીને કહ્યું કે આ ફક્ત એક જુઠું છે. ખેડૂતોને દગો છે. પણ એવા લોકો ભૂલી ચૂક્યા છે કે દેશનો ખેડૂત જાગૃત છે. તે આ બધું જોઈ રહ્યો છે કે કેટલાક લોકો ખેડૂતોને મળી રહેલા નવા અવસરથી ખુશ નથી. દેશના ખેડૂતો એ જોઈ રહ્યા છે કે તે કોણ લોકો છે. જે વચેટિયાઓની સાથે ઊભા છે.

આ મામલે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંખીએ આ સમયે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને લઈને સતત નિશાન તાક્યા છે અને આક્રમક શબ્દો કહ્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તેમણે ચીન સાથે સીમાનો મામલો હોય કે રોજગારની સમસ્યા, કોરોનાની મહામારીને નિયંત્રિત કરવાના સંબંધિત મુદ્દો હોય કે પછી ખેડૂતોની સમસ્યા, દરેક મુદ્દા પર તેમણે કેન્દ્ર પર પ્રહાર કર્યા છે. રાહુલ ગાંધીએ શુક્રવારે કહ્યું કે, ખેડૂતોનો મોદી સરકાર પરથી વિશ્વાસ ઉઠી ચુક્યો છે કારણ કે શરૂઆતથી જ મોદીજીની કથની અને કરનીમાં ફરક રહ્યો છે. નોટબંધી, અયોગ્ય જીએસટી અને ડીઝલ પર ભારે ટેક્સ. જાગૃત ખેડૂત જાણે છે, કૃષિ વિધેયકથી મોદી સરકાર પોતાના મિત્રોનો ધંધો વધારશે અને કરશે ખેડૂતની રોજી રોટી પર હુમલો.