મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ વર્ષના બીજા અને અંતિમ સૂર્યગ્રહણને પગલે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સૂર્યગ્રહણ જોયું હતું. જેને લઈને એક તસવીર પણ તેમણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી. જોકે તે વખતે તેમણે તેની સાથે મુકેલી તસવીરને કારણે લોકોએ તેમાં મઝાક શોધી નાખ્યું હતું. લોકોએ સોશ્યલ મીડિયા પર વિવિધ મીમ્સ બનાવવાના શરૂ કરી દીધા છે. આ કારણે પીએમ મોદીએ તે પછી એક વધુ ટ્વીટ કરી તે મઝાક ઉડાવનારાઓને જવાબ પણ આપ્યો હતો.

પીએમ મોદીએ તે મીમ્સ પર લખ્યું કે, મોસ્ટ વેલકમ... એન્જોય (સ્વાગત છે... મજા કરો). ઉલ્લેખનીય છે કે પોતાના રાજકીય મીમ્સ જોઈને સામાન્ય વ્યક્તિ પણ અકળાઈ જતા હોય છે અને ગુસ્સામાં આવી જતાં હોય છે. જોકે વડાપ્રધાન મોદીએ પોતાની ઉડતી મજાકને પણ મજાકના રીતે જ લીધી અને લોકોને હજુ વધુ મજા કરો તેવી સલાહ આપી હતી.