મેરાન્યૂઝ નેટવર્ક, અમદાવાદ : આગામી તારીખ 17-18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી વિવિધ કાર્યક્રમો અંતર્ગત અમદાવાદની મુલાકાત લેશે. આ તકે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કર્યા બાદ બાયર સેલર સમીટમાં પણ ભાગ લેશે. ત્યારબાદ મોદી નવી વી. એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન અને મિટિંગ કરશે. બાદમાં પીએમ મોદી દ્વારા અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન પણ કરવામાં આવશે. 

પીએમની ગુજરાત મુલાકાતનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ

- 17મી જાન્યુઆરીએ પીએમ મોદી અમદાવાદના એરપોર્ટ પર આવી પહોંચશે
- બપોરે 2:30 વાગે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શોનું ઉદ્ધાટન કરશે
- વાઇબ્રન્ટ ગુજરાત ટ્રેડ શો બાદ બાયર સેલર મીટમાં પણ પીએમ મોદી હાજરી આપશે
- ત્યારબાદ સાંજે 4 વાગે પીએમ મોદી નવી વી.એસ. હોસ્પિટલનું ઉદ્ધાટન કરવાના છે
- વીએસ હોસ્પિટના ઉદ્ઘાટન બાદ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
- સાંજે 5:45 વાગે પીએમ મોદી અને મુખ્યમંત્રી અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ટોકન ખરીદી કરી શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કરશે.
- 17મી જાન્યુઆરીએ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ધાટન કર્યા બાદ ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરશે.
- 18મીએ સવારે 10 વાગે પીએમ મોદી વાઇબ્રન્ટ ગુજરાતના ઇનોગ્રેશન સેશનનું ઉદ્ધાટન કરશે.
- ત્યારબાદ સાંજે 4 વાગે સોવરેન ફંડ બાબાતે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં એક કલાક ભાગ લેશ.
- રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ બાદ રાત્રે 8 વાગ્યાની આસપાસ વિવિધ દેશમાંથી આવેલા લોકો સાથે ડિનર કરશે.
-18મી જાન્યુઆરીએ ડિનર બાદ મોદી ગાંધીનગરમાં રાત્રી રોકાણ કરી શકે છે. અને ત્યારબાદ સવારે દિલ્હી જાવા રવાના થશે.