મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ બોલીવુડનો જાણિતો અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના સમચારે દરેકને ચોંકાવી દીધા છે. દરેક ક્ષેત્રની હસ્તીઓ તેના મૃત્યુ અંગે દુઃખ વ્યક્ત કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે પોતાની સંવેદના વ્યક્ત કરી છે. પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલી આપી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, સુશાંત સિંહ રાજપૂત.... એક શાનદાર યુવા અભિનેતા હતા જે ખુબ જલ્દીમાં આપણને છોડીને જતા રહ્યા. તેમણે ટીવી અને ફિલ્મોમાં ઉમદા કામ કર્યું . મનોરંજનની દુનિયામાં તેમની સફળતાએ ઘણા લોકોને પ્રભાવિત કર્યા હતા અને તેમણે ઘણા યાદગાર પર્ફોમન્સ આપ્યા હતા. તેમના મૃત્યુથી દુઃખી છું. મારી સંવેદના તેમના પરિવાર અને તેમના ચાહકો સાથે છે. ઓમ શાંતિ

અન્યોને આત્મહત્યા ન કરવાની પ્રેરણા આપનાર અભિનેતાએ જ આત્મહત્યા કરતાં સહુ ચોંકી ગયા

ઉલ્લેખનીય છે કે, ફીલ્મ કાય પો છેથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારા સુશાંત સિંહ રાજપૂતે ઘણા શાનદાર કિરદાર નિભાવ્યા છે. તેના ઘણા અભિનયને પગલે બોલીવુડ દ્વારા તેનું હરખભેર સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી એમએસ ધોની ફિલ્મ તેના કરિયરની સૌથી મોટી હીટ ફિલ્મ બની હતી. તેણે યશરાજ બેનર પર બનેલી શુદ્ધ દેશી રોમાન્સ, પીકે, છીછૌરે વગેરે ફિલ્મોમાં કામ કર્યું હતું. ફિલ્મ છીછૌરેની સ્ટોરીમાં તે પોતાના દિકરાને જીવનમાં આત્મહત્યા ન કરવાની સલાહ આપવા સાથે એવો મેસેજ આપ્યો હતો કે પોતે પહેલા આવે કે છેલ્લા એ મહત્વનું નથી પોતે કેવી રીતે મહેનત કરી તે મહત્વનું છે. વીનર કે લૂઝર બનવા કરતાં ફાઈટર બનવું મહત્વનું છે. આવી ઉમદા વાતનો મેસેજ ફિલ્મ દ્વારા તેણે બખુબી લોકો સમક્ષ મુક્યો હતો આજે તે ખુદ આત્મહત્યા કરી લે તે અત્યંત ચોંકાવનારી બાબત છે.