મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ રાજ્યસભાના ડે. ચેરમેન હરિવંશ 20 સપ્ટેમ્બરે કૃષિ વિધેયકને પસાર થયા દરમિયાન વિપક્ષી સાંસદોની તરફથી થયેલા હંગામા સામે 24 કલાક માટે ઉપવાસ કરશે. ડે ચેરમેન હરિવંશએ રાજ્યસભામાં સભાપતિને લખેલા પત્રમાં કહ્યું, રાજ્યસભામાં જે કાંઈ થઈ રહ્યું છે, તેનાથી છેલ્લા બે દિવસોથી ઊંડી આત્મપીડા, તણાવ અને માનસિક વેદનામાં છું. હું આખી રાત સૂઈ નથી શક્યો. આઠ સાંસદ ગત રાત્રીથી જ સંસદની લોનમાં પ્રદર્શન કરી રહ્યા છે. રાત્રીભર બહાર બેસેલા આ સાંસદો માટે રાજ્યસભાના ડે. ચેરમેન હરિવંશ મંગળવારે સવારે ચા લઈને પહોંચ્યા હતા. જોકે આ સાંસદોએ વિરોધસ્વરૂપ ચા પીવાનો પણ ઈન્કાર કરી દીધો હતો.

વડાપ્રધાન મોદીએ એક ટ્વીટ કરતાં કહ્યું કે, બિહારની ધરતી સદિોથી અમને લોકતંત્રના મૂલ્ય શિખવી રહી છે. તે પ્રેરણા સ્ત્રોત બિહારના સંસદ અને રાજ્યસભાના ડે. ચેરમેન હરિવંશજીના પ્રેરણાદાયી અને કુશળ રાજનૈતિજ્ઞ જેવા આચરણ પ્રત્યે લોકતંત્ર પ્રેમીને ગૌરવ ભર્યું કરશે. હરિવંશ ખુદ પર હુમલો કરનારાઓ અને ધરણાં પર બેસેલા લોકોને પોતે ચા આપતા દેખાયા છે તે કેટલા વિનમ્ર છે અને તેમનું દીલ કેટલું મોટું છે. તેમની મહાનતા તેનાથી છલકી રહી છે. હું પુરા દેશ સાથે મળીને તેમને બધાઈ આપું છું.

ચેરમેનને પત્ર લખ્યામાં હરિવંશએ લખ્યું કે, સદનના સદસ્યોની તરફથી લોકતંત્રના નામ પર હિંસક વ્યવહાર થયો. આસન પર બેસેલા વ્યક્તિને પણ ભયભીત કરવાનો પ્રયત્ન થયો. ઉચ્ચ સદનની દરેક મર્યાદા અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવી દીધા. સદનમાં સદસ્યોએ નિયમ પુસ્તિકા ફાડી મારા ઉપર ફેંકી. આક્રમક વ્યવહાર, અયોગ્ય અને અસંસદીય નારેબાજી. હૃદય અને માનસને બેચેન કરનારા લોકતંત્રના ચીરહરણનો પુરો નજારો રાત્રે મારા મસ્તિષ્ક પર છવાયેલો રહ્યો. આ કારણે હું સૂઈ ન શક્યો.