મેરાન્યૂઝ નેટવર્ક.બિહારઃ લોક જનશક્તિ પાર્ટી (લોજપા)ના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાને શુક્રવારે કહ્યું કે ચૂંટણી પ્રચાર માટે મને પ્રધાનમંત્રી મોદીની તસવીર લગાવવાની જરૂર નથી. તે મારા દિલમાં વસે છે, હું તેમનો હનુમાન છું, મારી છાતી ચીરીને જોઈ લો. મોદીના સાથે છું, હતો અને રહીશ. ઉલ્લેખનીય છે કે આ વાત ચિરાગે એક સમાચાર એજન્સી એએનઆઈ સાથેના સાક્ષાત્કાર દરમિયાન કહી હતી.

બિહારમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ શરૂ થઈ ગયા છે. 28 ઓક્ટોબરે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે તેવામાં રાજકીય હીલચાલ થવી શક્ય છે.  શુક્રવારે બિહારમાં સત્તાધારી ગઠબંધન રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)એ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં કહ્યું કે વડાપ્રધાન રાજ્યમાં 12 રેલીઓ કરવાના છે.

એનડીએ એક વાર ફરી નીતીશ કુમારની આગેવાનીમાં રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ લડી રહી છે. તેને એક વાર ફરી રાજ્યની સત્તા પર બેસવાની આશાઓ છે. ત્યાં જ રાજ્યના ઉપ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ લોક જનશક્તિ પાર્ટી પર શાબ્દીક હુમલો કર્યો અને વોટકાપુ પાર્ટી કહી હતી. તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા પ્રકાશ જાવડેકર પણ શુક્રવારે લોજપા પ્રમુખ ચિરાગ પાસવાન પર આરોલ લગાવ્યા હતા.

જાવડેકરે કહ્યું કે ચિરાગ પાસવાને બિહારમાં અલગ રસ્તો ચૂંટ્યો છે. તે લોકોને ભાજપના વરિષ્ઠ નેતાઓના નામ લઈને ભ્રમાવી રહ્યા છે. તેમણે કહ્યું કે અમારી કોઈ પણ બી કે સી ટીમ નથી. જાવડેકરે વિશ્વાસ વ્યક્ત કર્યો કે એનડીએને ત્રણ ચતૃર્થાંસ બહુમત મળશે અને કહ્યું કે લોજપા એક વોટકાપુ પાર્ટી બનીને રહી જશે.

આપને જણાવી દઈએ કે લોજપા અલગ ચૂંટણી લડી રહી છે. પાર્ટી એનડીએનો હિસ્સો નથી. ત્યાં જ રાજદ અધ્યક્ષ લાલૂ પ્રસાદ યાદવે મુખ્યમંત્રી નીતીશ કુમાર પર નિશાન તાક્યું છે. તેમણે કહ્યું કે ખુરશીની લાલચમાં નીતીશ કુમારે બિહારને ખાડામાં ધકેલી દીધું છે.