મેરાન્યૂઝ નેટવર્ક.શામળાજી : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે.૭૧માં જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી અને મોદીજીના ચાહકો અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં ટ્રસ્ટીઓએ શામળિયાના દરબારમાં રાજોપદોરી પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નરેન્દ્ર મોદીના નીરોગી અને દીર્ધાયુ માટે ટ્રસ્ટી મંડળ અને ભક્તોએ પ્રાર્થના કરી હતી. શામળાજી મંદિરમાં ધ્વજા ચઢાવામાં આવી હતી. તેમજ ભક્તો અને ભિક્ષુકો માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ગૌશળામાં ગાય માતાને શીરો અને ઘાસચારાની વ્યવસ્થા કરી હતી.