મેરાન્યૂઝ નેટવર્ક, દેહરાદૂન: લોકસભા ચૂંટણીઓનો પ્રચાર સમાપ્ત થતાં આજે શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેદારનાથ પહોંચ્યા હતા. જ્યાં તેઓ બે કિલોમીટર પગપાળા પાત્રા કરી એક ગુફામાં પહોંચ્યા હતા અને ધ્યાનમાં બેઠા છે. આવતીકાલ રવિવાર સુધી મોદી આ ગુફામાં ધ્યાનમાં બેસશે. જ્યાર બાદ તેઓ આવતીકાલે સવારે બદ્રીનાથ દર્શન માટે રવાના થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ છેલ્લા બે વર્ષમાં ચાર વખત કેદારનાથના દર્શન કર્યા છે.