મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસની સક્રિય સંખ્યા 20 લાખનો આંકડો પાર કરી ચુકી છે. દિલ્હીમાં હાલમાં જ ખુદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે હવે દિલ્હીની હોસ્પિટલ્સ પાસે અમુક જ કલાકોનો ઓક્સીજન બચ્યો છે. કોરોનાની બીજી લહેરમાં દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ગુજરાત, તમિલનાડુ સહિત ઘણા રાજ્યો શહેરોની સ્થિતિ ગંભીર થતી જાય છે. હાલમાં જ તેમણે રાજ્યો સાથે ચર્ચા પણ કરી છે અને સ્થિતિનો તાગ મેળવ્યો છે. હોસ્પિટલ્સ અને રાજ્ય સરકારો ઉપરાંત કોર્પોરેટ્સને પણ વેક્સીન ખરીદવાની છૂટ આપી દેવાઈ છે.