મેરાન્યૂઝ નેટવર્ક.જુનાગઢ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગિરનાર રોપવે તેમજ ખેડૂતોની કિશાન સર્વોદય યોજનાનું વર્ચ્યુલ લોકાર્પણ કરવામાં આવ્યું. રોપવે દ્વારા 2.3 કિલોમીટર નું અંતર માત્ર 7.5 મિનિટમાં કાપવામાં આવશે. વર્ષ 2007 માં તાત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા રોપવે પ્રોજેકટ નું કરવામાં આવ્યું હતું ખાત મુહૂર્ત. 

તેઓ સવારે 10.30 કલાકે નવી દિલ્હીથી વીડિયો લિંક દ્વારા ગુજરાતના આ ત્રણ પ્રકલ્પોના લોકાર્પણ કર્યા છે. જેમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની કિસાન સૂર્યદય યોજના, યુ.એનમાં બાળકોના હૃદયરોગની સારવાર માટેની હોસ્પિટલનું લોકાર્પણ તથા એશિયાના સૌથી મોટા રોપ-વે ગિરનાર રોપ-વેનું લોકાર્પણ સમાવેશ થાય છે.

આ રોપ વે ગુજરાતનો ચોથો રોપ-વે બનશે.ગિરનાર રોપ વેની લંબાઈ 2320 મીટર અને ઉંચાઈ 900 મીટર છે. કંપનીએ રોપ વેમાં જવાના દર નક્કી કર્યા છે. રોપ વેમાં બેસવા માટે 750 ટુ વે જ્યારે બાળકો માટેનો દર રૂ. 350 નક્કી કરાયા છે. વન વ ટિકિટનો દર ૪૦૦નો રહેશે.પ્રત્યેક ટ્રોલી કેબિનમાં 8 વ્યકિતની ક્ષમતા ધરાવતી કુલ 25 ટ્રોલી કેબિન આ રોપ-વે માં કાર્યરત રહેશે અને દર કલાકે બેય તરફ 800 જેટલા યાત્રિકો અવર-જવર કરી શકશે.


 

 

 

 

 

સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં યુ.એન.મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટીટયુટને રૂ. 470 કરોડના ખર્ચે અત્યાધુનિક સાધનથી સજ્જ કરાઇ છે. આ હોસ્પિટલમાં 850 પથારીની સુવિધા ઉપલબ્ધ બની છે. ઉપરાંત નાના બાળકો કે જન્મતાની સાથે કે જન્મ્યા બાદ હૃદયની બીમારી ધરાવતા હોય તેમને સારવાર આપવા અલાયદી વ્યવસ્થા છે. અહીં 15 કાર્ડિયાક ઓપરેશન થિયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડિયાક ઓપરેશન થિયેટર સાથેની કેથલેબ,૧૭૬ બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડથી સજ્જ છે.

ખેડૂતોને દિવસે વીજળી મળે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી છે. જેનું ઈ-લોકાર્પણ પણ વડાપ્રધાનનાં હસ્તે કરાયું હતું. આ તકે તેમણે જણાવ્યું હતું કે, હવે ખેડૂતોને રાત ઉજાગરા નહીં કરવા પડે. ઉલ્લેખનીય છેકે, કિસાન  સંઘ સહિતની ખેડૂત સંસ્થાઓ દ્વારા ખેડૂતોને દિવસનાં સમયે વીજળી આપવાની માંગ કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્ર સરકારનાં સહયોગથી કિસાન સર્વોદય યોજના શરૂ કરી છે. પ્રથમ તબક્કામાં આ યોજનાનો લાભ સૌરાષ્ટ્રનાં ગીર-સોમનાથ, મધ્ય ગુજરાતનાં દાહોદ અને ઉત્તર ગુજરાતનાં પાટણ જિલ્લાનાં ખેડૂતોને મળશે. બાદમાં ક્રમશ રાજ્યનાં તમામ ગામનાં ખેડૂતો સુધી આ યોજના પહોંચાડવામાં આવનાર છે.