મિલન ઠક્કર (મેરાન્યૂઝ દિલ્હી): ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણીવાર વાટાઘાટ થયા પછી પણ ખેડૂતોનો મુદ્દો વણઉકેલાયો જ રહ્યો છે. લગભગ છેલ્લા અઢી મહિનાથી લાખોની સંખ્યામાં અનેક રાજ્યમાંથી ખેડૂતો દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. તેઓ પોતાના ઘર-પરિવારથી દૂર છે. તેમના રહેવા-જમવાની વ્યવસ્થા અંગે પણ આપણા મનમાં અનેક સવાલ છે. ઘણા તો પરિવાર સાથે અહીં છે.

આંદોલન કરી રહેલા ખેડૂતો અને ત્યાં આવતાં પત્રકારો તથા મુલાકાતીઓને જમવાની વ્યવસ્થા કેવી છે તે દર્શાવતો વિડીયો અહીં રજૂ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં દિલ્હીની સિંઘુ બોર્ડર પર ચાલતાં એક જ લંગરનાં દૃશ્યો છે પરંતુ આવા નાના-મોટા હજાર કરતા વધારે લંગર ત્યાં ચાલી રહ્યા છે.


 

 

 

 

 

"ગુરુ દા લંગર"ના પ્રમુખ સાથે વાત કરતા તેઓએ પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અમે મોદીને ધન્યવાદ કહીએ છીએ કે, એમણે અલગ અલગ રાજ્યોના ખેડૂતોને એક કર્યા અને ભાઈચારો વિકસાવ્યો. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી પણ અહીં આવશે તો એમને પણ એટલા જ પ્રેમથી જમાડીશું. અમે પ્રધાનમંત્રીનો વિરોધ કરી રહ્યા નથી નવા કૃ।ષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છીએ.

આવો જાણીએ કિસાન કે મન કી બાત એમના જ અંદાજમાં

(જુઓ વિડીયો)