મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દિલ્હીની ઘર ઘર રાશન યોજનામાં હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. રાજકારણમાં ફસાએલી આ યોજનામાં ગરીબોનું રાશન તૂતૂ મેંમેંનો શિકાર બની છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્રેસ કોન્ફરન્સ પછી ભાજપ નેતા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ કરી છે.

તેમણે કહ્યું કે આજે વાત મુકાઈ છે કે મોદીજી દિલ્હીની ગરીબ જનતાને તેમના અધિકારથી વંચિત રાખી રહ્યા છે અને ઘર ઘર રાશન રોકવાના પ્રયત્નો કરી રહ્યા છે જ્યારે એવું નથી. નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ય યોજના દ્વારા દિલ્હીમાં પણ જરૂરિયાતમંદો સુધી રાશન પહોંચાડવામાં આવી રહ્યું છે.

પાત્રાએ કહ્યું કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાના અંતર્ગત મે અને 5 જુન સુધી દિલ્હીને નક્કી કોટાથી વધુ 72782 મેટ્રીક ટન અનાજ મોકલવામાં આવ્યું છે. દિલ્હી અત્યાર સુધી 53000 મેટ્રીકટન અનાજ જ ઉઠાવી શકી છે અને તેનું માત્ર 68 ટકા જ જનતા સુધી પહોંચી શક્યું છે.

નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ અંતર્ગત ઘઉં પર અરવિંદ કેજરીવાલ માત્ર 2 રૂપિયા પ્રતિ કિલો આપે છે અને કેન્દ્ર સરકાર 23.7 રૂપિયા પ્રતિ કિલો આપે છે. ચોખા કેજરીવાલ માત્ર 3 રૂપિયા પ્રતિ કિલો આપે છે જ્યારે કેન્દ્ર સરકાર 33.79 રૂપિયા પ્રતિ કિલો ચુકવે છે.

ભાજપ નેતા સંબિત પાત્રાએ કહ્યું કે અરવિંદ કેજરીવાલ તેનાથી વધુ પણ રાશન વહેંચવા માગે છે, તો તેના માટે તે રાશન ખરીદી શકે છે. જે નોટિફાઈડ રેટ છે, તેના પર રાશન ખરીદી શકાય છે. તેના પર કોઈ પ્રકારના વાંધા કેન્દ્ર સરકારને નહીં હોય.

પાત્રાએ કહ્યું કે, વન નેશન વન રાશન કાર્ડની જોગવાઈ કેન્દ્ર સરકારે કરી હતી, પરંતુ દિલ્હીની સરકારે આ વિષય પર આગળ વધવાથી ઈન્કાર કરી દીધો, જેના કારણે હજારો મજુર આજે રાશન લેવાથી વંચિત રહી ગયા છે.

તેમણે કહ્યું કે અરવિંદ કેજરીવાલની કામ કરવાની રીતનું એ, બી, સી, ડી, અમે જણાવીએ છીએ. એ- એડવર્ટાઈઝમેન્ટ, બી- બેલેન્સ, સી- ક્રેડિટ, ડી- ડ્રામા અને ઈ- એક્સ્ક્યૂઝ, એફ- ફેલિયર છે. તેમમે કહ્યું કે આ ડ્રામા બંધ કરી દો.