મેરાન્યૂઝ નેટવર્ક.ગ્રેટર નોઈડાઃ નોઈડાના જેવર ઈંટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થનાર છે. 6200 હેક્ટરમાં આ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ બનશે. ખાસ વાત એ છે કે આ પ્રદુષણ મુક્ત એરપોર્ટ હશે અને યુપીનું પાંચમું ઈંટરનેશનલ એરપોર્ટ હશે. પ્રધાનમંત્રી એરપોર્ટના શિલાન્યાસ પછી પ્રદર્શન જોશે. તેમાં એરપોર્ટની વિકાસ યાત્રા અંગે ફિલ્મ બતાવવામાં આવશે. પ્રધાનમંત્રીના ક્રાર્યક્રમને પગલે આજે સવારથી જ વિરોધના અણસાર હોવાને કારણે તેવા આંદોલનકારીઓ ઘરમાં જ નજરબંધ રખાયા છે. ત્યાં જ બીજી બાજુ કાળા રંગના વસ્ત્ર પહેરીને આવેલાઓને બહારનો દરવાજો બતાવાયો હતો. અહીં સુધી કે ઠંડીથી બચવા કાળા જેકેટ પહેરી આવેલાઓને જેકેટ કાઢી નાખવા ઉપરાંત કાળા કપડાં પહેરેલાઓને નો એન્ટ્રી હતી.

Advertisement


 

 

 

 

 

આ કાર્યક્રમમાં હાજરી આપવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ મંચ પર પહોંચી ગયા હતા. તેમની હાજરી સાથે સમર્થકો દ્વારા જય શ્રી રામનો નારો લગાવાયો હતો. યોગીએ આ પહેલા એક પોસ્ટ કરી હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા આજે વિશ્વના ચોથા સૌથી મોટા ઈંટરનેશનલ એરપોર્ટ નોઈડા ઈંટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ થશે આ એરપોર્ટ ઉત્તર પ્રદેશને એક નવી વૈશ્વિક ઓળખ અપાવશે. ઉત્તર પ્રદેશમાં 05 ઈંટરનેશનલ એરપોર્ટ વાળું રાજ્ય હશે. હાર્દિક આભાર પ્રધાનમંત્રી જી.

બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે કહ્યું, 'PM નરેન્દ્ર મોદી આજે એશિયાના સૌથી મોટા નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટનો શિલાન્યાસ કરશે. ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલ આ એરપોર્ટ યુપી અને એનસીઆરના પ્રદેશોમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપશે અને રાજ્યની ભાજપ સરકારના ડબલ એન્જિનના પ્રયાસોને સફળતા મળશે.

Advertisement


 

 

 

 

 

કાળા પોશાક પહેરેલા લોકોને પાછા મોકલ્યા

જાહેર સભા માટે મહિલાઓ અને પુરુષોના જૂથો સતત પહોંચી રહ્યા છે. લોકોની મેદની ટુકડીઓ ટ્રેક્ટર, ટેમ્પો અને બસ દ્વારા પણ આવી રહી છે. સાથે જ કાળા કપડા પહેરીને પહોંચેલા લોકોને સવાઈ સાઈટ પરથી પરત મોકલી દેવામાં આવ્યા હતા. જે બાદ જટારીમાં રહેતા યુવાનોનું ટોળું પરત ફર્યું હતું.

ઉપરાંત જેવર બાંગર મોડલ ટાઉનશિપથી વિસ્થાપિત ખેડૂતોને પણ સભા સ્થળ સુધી લઈ જવા માટે નોઈડા ગાજીયાબાદની પ્રાઈવેટ સ્કૂલ્સની બસ પહોંચી ગઈ હતી.