મેરાન્યૂઝ નેટવર્ક, નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીઓમાં ભાજપે 300થી વધુ બેઠક પર જીત હાંસલ કરી ફરી એક વખત સત્તા હાંસલ કરી છે. જીત બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ભાજપના વરિષ્ઠ નેતાઓ લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને મળવા માટે પહોંચ્યા હતા અને તેમના આશિર્વાદ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા અડવાણી અને જોશીને આ વખતે ટિકિટ આપવામાં આવી ન હતી. અડવાણીની ટિકિટ કાપી ગાંધીનગર બેઠક પરથી અમિત શાહ ચૂંટણી લડ્યા અને 5 લાખ 55 હજારથી વધુ મતની સરસાઇથી જીત હાંસલ કરી છે.