મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસથી પીએમને મળેલા ઉપહારો ઓનલાઈન ઓક્શન કરાઈ રહ્યા છે. ઓનલાઈન ઓક્શનમાં નીરજ ચોપરાએ ટોક્યો ઓલંપિકમાં સોનું (ગોલ્ડ) જીતવા માટે ફેંકેલા ભાલાની બોલી દસ કરોના આંકડાને પાર કરી ચુકી છે. તેમાં 1330 સ્મૃતિ ચિન્હોની બોલી લગાવાઈ રહી છે. જેમાં ટોક્યો ઓલંપિક 2020 અને ટોક્યો પેરાલંપિક 2020ના વિજેતા દ્વારા પ્રધાનમંત્રીને આપવામાં આવેલા ઉપહારો શામેલ કરાયા છે. ઈ ઓક્શન 7 ઓક્ટોબર સુધી ચાલશે. આ કાર્યક્રમનું આયોજન કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા કરવામાં આવી રહ્યું છે.
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાની બરછીની બેઝ પ્રાઇસ 1 કરોડ રાખવામાં આવી હતી, એક જ દિવસમાં તેની બોલી 10 કરોડ સુધી પહોંચી ગઈ છે. તે જ સમયે, ટોક્યો પેરાલિમ્પિક્સમાં બરછી ફેંકમાં ગોલ્ડ જીતનાર સુનીલ એન્ટિલની બરછીની બોલી 30 કરોડ સુધી પહોંચી ગઈ છે. બંને ખેલાડીઓએ આ ભાલાઓ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.