મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ હૈદરાબાદમાં વેટનરી ડોક્ટર સાથે રેપ અને હત્યાના ચારેય આરોપીઓને શુક્રવારે પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા હતા. એક તરફ પોલીસની આ કાર્યવાહીની વાહવાઈ થઈ રહી છે તો બીજી તરફ સવાલ ઊભા થઈ રહ્યા છે. આ કડીમાં શનિવારે સુપ્રીમ કોર્ટમાં પોલીસ સામે તપાસની માગ કરતી અરજી દાખ કરવામાં આવી છે. શુક્રવારે તડકે પોલીસ ચારેય આરોપીઓને લઈને ક્રાઈમ સીન પર રિકન્સ્ટ્રક્શન માટે ગઈ હતી. પોલીસનો દાવો છે કે તે વખતે તેમણે ભાગવાની કોશીશ કરી અને તે ગોળીનો શિકાર થયા હતા.

એડવોકેટ જીએસ મણી અને પ્રદીપ કુમાર યાદવે પોલીસની કાર્યવાહી પર સવાલ કરતાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. તેમણે કોર્ટને કહ્યું કે કાર્યવાહી દરમિયાન પોલીસે કોર્ટના વર્ષ 2014ના નિર્દેશોનું પાલન કર્યું નથી. અરજીમાં કહેવાયું છે કે એન્કાઉન્ટરમાં શામેલ પોલીસ કર્મીઓના સામે એફઆઈઆર કરવી જોઈએ અને તપાસ કરીને કાર્યવાહી થવી જોઈએ. આ મામામાં કોર્ટ સોમવારે સુનાવણી કરશે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં એક વધુ જનહીત અરજી થઈ છે. વકીલ મનોહર લાલ શર્માએ પોતાની અરજીમાં તેમને પાર્ટી બનાવ્યા છે અને જે લોકોએ એક્ટ્રા જ્યૂડિશ્યલ કિલિંગનું સમર્થન કર્યું હતું. તેમાં સમાજવાદી પાર્ટીની રાજ્યસભાની સાંસદ જયા બચ્ચન અને દિલ્હીની મહિલા આયોગની અધ્યક્ષ સ્વાતિ મલિવાલનું નામ શામેલ છે. તેમણે મીડિયા પર પણ ગેંગ ઓર્ડરની માગ કરી હતી. અરજીમાં સુપ્રીમ કોર્ટ પોતાની રખેવાડીમાં એસઆઈટીની તપાસની માગ કરી હતી.