મેરાન્યૂઝ નેટવર્ક.દીવઃ જ્યારે મહા વાવાઝોડાનો ભય હતો ત્યારે દિવમાં રહેલા પ્રવાસીઓને દીવ ખાલી કરી સુરક્ષીત સ્થાન પર જતાં રહેવા જણાવાયું હતું. અહીં એવો માહોલ હતો કે લોકો ભયભીત હતા. જ્યારે મહા વાવાઝોડાની અસર માત્રથી જ અહીં દરિયામાં એક અજીબ ડર ઊભો કરનાર વાતાવરણ હતું. મહા વાવાઝોડાની ઘાત ટળ્યા પછી અહીં જાણે તુફાન પછી બધું જ સાફ થઈ જાય છે તેવો માહોલ હતો.

દીવમાં સમી સાંજના સમયે અહીં કેવો માહોલ છે તે આપ અહીં જોઈ શકો છો. તસવીરોમાં આપ દીવના દરિયા કાંઠાનો એ રમણીય નજારો કે જે ત્યાંના સ્થાનીક કેમેરામેન જુનેદ લાખ દ્વારા કેદ કરાઈ છે તે માણી શકો છો. જુઓ તસવીરો...