મેરાન્યૂઝ નેટવર્ક.વડોદરાઃ છેલ્લા થોડા દિવસોમાં થઈ રહેલા વરસાદને પગલે ગુજરાતના કેટલાક શહેરોમાં ક્યાંક ખાડા તો ક્યાંક પાણી ભરાતાં જડબંબાકાર જેવી સ્થિતિ છે. આવા સંજોગોમાં એક તસવીર વાયરલ થઈ છે. આ તસવીર વડોદરાની છે. જોકે આ તસવીરના ફોટોગ્રાફર રેવા ફિલ્મના ડાયરેક્ટર વિનિત કનોજિયા છે. આ તસવીર હાલ એટલી વાયરલ થઈ રહી છે કે તેની કોઈ સીમા નથી. કારણ આ તસવીર બધું જ કહી જાય છે. તસવીર જોયા પછી જાણે કાંઈ કહેવાનું બાકી જ રહેતું નથી. ગુજરાતના વિકાસ મોડલને સીધી રીતે અસર કરતી આ તસવીર જોઈ આપ પણ ફોટોગ્રાફર શું કહેવા માગે છે તે સમજી જ ગયા હશો. વિનિત કનોજિયાએ આ તસવીર પોતાના ફેસબુક પેજ પર મુકી હતી જેમાં લોકોએ તેને ઘણી બિરદાવી હતી આ સાથે જ તેમની તસવીરને લોકોએ સોશ્યલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ્સ પર શેર કરતાં ઘણી વાયરલ થઈ છે. કેટલાક લોકો પુરની સ્થિતિ માટે કોર્પોરેશન અને તંત્રને જવાબદાર ઘણી રહ્યા છે તો કેટલાક આને કુદરતી આપત્તિ દર્શાવી તેમાં કોર્પોરેશનનો બચાવ પણ કરી રહ્યા છે. જોકે તે તમામ બાબતો છતાં વાંક કોનો તે જોયા કરતાં તંત્રએ હવે યોગ્ય સીટી પ્લાનીંગ કરવાની અવસ્ય જરૂર છે, જો તેને ખરેખર સ્માર્ટ બનાવવી હોય તો...

(તસવીરકારઃ fb.com/vinit.kanojia/)