મેરાન્યૂઝ નેટવર્ક.નવી દિલ્હીઃ દેશમાં આજે ફરી પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. 83 દિવસ પછી રિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો હતો. આ વધારો હજુ સુધી પુરા દેશમાં લાગુ લોકડાઉનને કારણે જાહેર પ્રતટિબંધોમાં છૂટ પછી ઈંધણની માગમાં થયેા વધારાને પગલે કાચા તેલની કિંમતોમાં સામાન્ય તેજીને કારણે આવ્યો છે. આપને જણાવી દઈએ કે આ પહેલા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં 16 માર્યે ઉતાર ચઢાવ આવ્યા હતા.

બંને ઈંધણની કિંમતમાં 60 પૈસાનો વધારો થયો છે. હવે દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત 71.68 રૂપિયાથી વધીને 72.46 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આવી જ રીતે ડીઝલની કિંમત 69.99 રૂપિયાથી વધારીને 70.59 રૂપિયા પ્રતિ લીટર કરી દેવાઈ છે. કોલકત્તા, મુંબઈ અને ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ક્રમશઃ 74.46, 79.49 અને 76.60 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો આ મહાનગરોમાં તેનો ભાવ ક્રમશઃ 66.71, 69.37 અને 69.25 રુપિયા છે.

લોકડાઉવમાં ધીમે ધીમે છૂટ અપાવાને કારણે હવે ખાનગી વાહનો અને ઓટો-ટેક્સી વગેરેને પરવાનગી મળી ગઈ છે, જેને પગલે પેટ્રોલ ડીઝલની માગ અચાનક વધી છે. લોકડાઉનના ત્રણ ચરણો સુધી એક રીતે વાહનો રસ્તા પર ખુબ ઓછા નીકળતા હતા, બીલકુલ ના બરાબર.

પેટ્રોલ ડીઝલની કિંમત તમે એસએમએસ દ્વારા પણ મેળવી શકો છો. ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ અનુસાર આપને RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર સંદેશ મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ અલગ છે, જે કોડ આપને આઈઓસીએલની વેબસાઈટ પરથી મળી જશે.

એક અધિકારીનું કહેવું છે કે, પેટ્રોલ ડીઝલના ભાવોમાં દૈનિક બદલાવની પ્રક્રિયા ફરી શરૂ થઈ ગઈ છે. સાર્વજનિક ક્ષેત્રની ઓઈલ કંપનીઓ નિયમિત સમય પર વિમાન ઈંધણ અને ઘરેલૂ રસોઈ ગેસ (એલપીજી)ની કિંમતોમાં બદલાવ કરી રહી હતી, જોકે 16 માર્ચથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર બનેલી હતી. ઉલ્લેખનીય છે કે, રોજ સવારે છ વાગે પેટ્રોલ ડીઝલના ભાવો બદલાય છે. સવારે છ વાગ્યાથી નવા દર લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કિંમત એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ચીજોને જોડ્યા પછી તેનો ભાવ લગભગ બે ગણો વધી જતો હોય છે.