મેરાન્યૂઝ નેટવર્ક, પર્થ: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ સિરિઝની બીજી મેચમાં આજે પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાએ માત્ર 70 મિનિટમાં ઓસ્ટ્રેલિયન ટીમે ભારતીય ક્રિકેટ ટીમના બાકી ખેલાડીઓને પણ પેવેલિયન ભેગા કરી આ મેચ ભારત સામે 146 રનથી જીતી લીધી છે. ભારતીય ટીમને આ મેચ જીતવા માટે 287 રનની જરૂર હતી પરંતુ સમગ્ર ટીમ 140 રનમાં ઓલઆઉટ થઇ હતી. ઓસ્ટ્રેલિયન કપ્તાનના રૂપમાં ટીમ પેનની આ પ્રથમ જીત છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલાની એડિલેડ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 31 રનથી જીત હાંસલ કરી હતી ત્યારે પર્થ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની જીત થઇ છે. આમ ચાર ટેસ્ટ મેચની શ્રેણી 1-1 થી બરાબર થઇ છે. આગામી ત્રીજી ટેસ્ટ મેચ 26 ડિસેમ્બરથી મેલબોર્ન ખાતે રમાશે.

ઓસ્ટ્રેલિયાની ટીમે પ્રથમ ઇનિંગમાં 326 અને બીજી ઇનિંગમાં 243 રન બનાવ્યા હતા. જ્યારે ભારતીય ટીમે પ્રથમ ઇનિંગમાં 283 રન જ્યારે ઇનિંગમાં 140 રન પર ઓલ આઉટ થઇ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના બોલર નાથન લાયને પ્રથમ ઇનિંગમાં પાંચ તથા બીજી ઇનિંગમાં ત્રણ વિકેટ હાંસલ કરી હતી. જેથી નાથન લાયનને પ્લેર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. જ્યારે ભારતીય બેટિંગની વાત કરીએ તો કપ્તાન વિરાટ કોહલીએ પ્રથમ ઇનિંગમાં 123 અને બીજી ઇનિંગમાં માત્ર 17 રન બનાવ્યા હતા.